મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે કારખાનામાં વીજ શોક લગતા યુવાનનું મોત


SHARE

















ટંકારાના મીતાણા પાસે કારખાનામાં વીજ શોક લગતા યુવાનનું મોત

ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ પોલિપેકના કારખાનામાં કામગીરી દરમિયાન વીજળીના તારને અડી જવાથી યુવાનને શોક લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની ટંકારા તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત પ્રમાણે મીતાણા પાસે આવેલ પ્રોઇડેન્ટ પોલીપેક નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી કમો ધોલસીંગ ભુરીયા જાતે અનુ.જન.જાતિ. (ઉ.૨૫) પોતાની કામગીરી કારખાનામાં કરી રહ્યા હતા ત્યારે કારખાનામાંથી પસાર થતી વીજળીની લાઇનને તે અકસ્માતે આદિ ગયો હતો જેથી કરીને યુવાને વીજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી હળવદ હાઈવે ઉપર આવેલ ઘુટુ ગામ પાસેથી રિક્ષા લઈને પસાર થતા રિક્ષાચાલકની રિક્ષાને આર્ટિગા કાર નંબર જીજે ૩૬ બી ૨૮૭૫ ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને રિક્ષાચાલક વાલજીભાઈ પ્રભુભાઈ દેગામા જાતે કોળી (ઉંમર ૫૫) રહે સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુંટુ રોડ મોરબી તેમજ રીક્ષામાં બેઠેલ અન્ય સહેદોને નાના મોટી ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં રિક્ષાચાલક વાલજીભાઈ દેગામાએ આર્ટિગા કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરી છે  




Latest News