માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE

















મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂપિયા પરત આપી દીધા હોવા છતાં પણ યુવાન તેમજ તેના ભાઈ અને પિતાને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને  જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને જીરામાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી માટે તેને સારવારમા ખસેડાયો હતો અને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોરોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદના કણબીપરામાં રામજી મંદિર પાસે રહેતા અને હાલમાં મહેન્દ્રનગર ગામે જીગ્નેશભાઈ પટેલના મકાનમાં ભાડે રહેતા ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા જાતે પટેલ (ઉંમર ૩૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવેશભાઈ મહેતા રહે. રવાપર રોડ, અર્જુનભાઈ આહીર રહે. કુબેર નગર સોસાયટી, આશિષભાઈ આહીર રહે. મહેન્દ્રનગર અને સોહિલભાઈ સુમરા રહે. પંચાસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં ઉમેશભાઈ પારેજિયાએ જણાવ્યું છે કે તેઓએ આરોપીઓ પાસેથી જુદા જુદા સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જો કે, તેઓએ તે રૂપિયા પરત આપી દીધા હોવા છતાં પણ અવારનવાર આરોપીઓ દ્વારા ફરિયાદી ઉમેશભાઈ તેમજ તેના ભાઈ અને તેના પિતાને ફોન કરીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ઉમેશભાઈ પાસે રૂબરૂ આવીને બળજબરીથી મૂદલ અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી તેમજ તેના ભાઈને સોહીલભાઈ અને આશિષભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને કંટાળી જઈને ઉમેશભાઈએ મોરબી નજીકના જુના ઘુટુ રોડ ઉપર બાપા સીતારામ મઢુલી પાસે જીરામાં નાખવાની દવા ગટગટાવી લીધી હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ઉમેશભાઈએ હાલમાં ભાવેશભાઈ, અર્જુનભાઈ, આશિષભાઈ અને સોહિલભાઈની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે પોલીસે આઇપીસી કલામ ૩૮૪, ૫૦૬ (૨), ગુજરાત નાણ ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫,૩૩ (૩), ૪૦ અને ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

દેશી દારૂનો આથો

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં સુરેશભાઇ રાયધનભાઇ ખાંભળીયા જાતે કોળીની વાડીમાં દેશી દારૂ હોવાની બાતમી મળી હતી જેથી કરીને ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દેશી દારૂ બનાવવાનો ત્રણસો લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સુરેશભાઇ રાયધનભાઇ ખાંભળીયા જાતે કોળી રહે. સુંદરગઢ વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News