મોરબી સતવારા સમાજ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડની જરૂરીયાત પુરી પાડવામાં આવી
ટંકારામાં એમડી ડોક્ટર મૂકવા અને ફાયર સ્ટેશન બનાવવા સીએમને રજૂઆત
SHARE









ટંકારામાં એમડી ડોક્ટર મૂકવા અને ફાયર સ્ટેશન બનાવવા સીએમને રજૂઆત
ટંકારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી એમડી ડોકટરની કાયમી નિમણુંક કરવા આવેલ નથી તેમજ ફાયર સ્ટેશન નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ આ મુદે સીએમને રજૂઆત કરેલ છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને હાલમાં રજૂઆત કરીને ટંકારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમડી ડોકટરની જગ્યા ખાલી છે તેને તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ મુદે અગાઉ પણ તેઓએ રજૂઆત કરી હતી તો પણ આજ સુધી એમડી ડોકટર મુકવામાં આવેલ નથી તેની સાથોસાથ ટંકારામાં ફાયર સ્ટેશન બનાવવા માટેની ખાસ જરૂર છે તેને પણ બનાવા માટેની માંગણી અગાઉ કરેલ છે જો કે, તેનું કોઈ કામ કરવામાં આવેલ નથી અને આજની તારીખ આગ અકસ્માત થાય તો ફાયર ફાઈટરો અન્ય સ્થળેથી મંગાવિને કામગીરી કરવી પડે છે અને ત્યાં સુધીમાં લોકોને મોટું નુકશાન થઇ જાય છે
