મોરબીના લાયન્સનગરમાં ગંદકી દૂર કરીને રોજીંદી સફાઈ કરવાની માંગ
મોરબી સતવારા સમાજ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડની જરૂરીયાત પુરી પાડવામાં આવી
SHARE









મોરબી સતવારા સમાજ બ્લડ ગ્રુપ દ્વારા બ્લડની જરૂરીયાત પુરી પાડવામાં આવી
મોરબીમા સારવાર અર્થે આવેલા દર્દીઓ માટે ૧૧ બોટલ બ્લડની જરૂરીયાત ઉભી પડતા મોરબી સતવારા બ્લડ ગ્રુપના લખનભાઈ હડિયલને જાણ કરવામાં આવી હતી.સતવારા સમાજ માટે હંમેશા અગ્રેસર રહેતા મોરબી સતવારા બ્લડ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક ૧૧ બોટલ બ્લડની વ્યવસ્થા સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે કરવામાં આવી હતી.જે માટે દર્દીઓના પરીવાર દ્વારા સતવારા સમાજ બ્લડ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.મોરબી સતવારા બ્લડ ગ્રુપ વતી લખનભાઈ હડિયલ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે સતવારા સમાજને ગમે ત્યારે મોરબીમા બ્લડની જરૂરીયાત જણાય ત્યારે તેમના મોબાઇલ નંબર ૯૦૯૯૩ ૫૮૪૬૮ ઉપર સંપર્ક કરી શકાશે તથા સતવારા સમાજના લોકોને વિનંતી કરવામાં આવેલી છેકે સેવાના આ કાર્યમાં જોડાવા માટે તેમનુ નામ, બ્લડ ગ્રુપ સહિતની વિગત પણ મોબાઇલ નંબર ૯૦૯૯૩ ૫૮૪૬૮ ઉપર વ્હોટસએપ કરી શકાશે.
