મોરબીના નિંચી માંડલ પાસેથી મળી આવલે બાળકનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ
અધધ.. મોરબી જીલ્લામાં એક જ દિવસમાં કોરોના ૩૧૮ પોઝીટીવ કેસ: લોકોની બેદરકારી યથાવત
SHARE
અધધ.. મોરબી જીલ્લામાં એક જ દિવસમાં કોરોના ૩૧૮ પોઝીટીવ કેસ: લોકોની બેદરકારી યથાવત
મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા માં સતત વધારો થઈ રહ્યો છે અને મંગળવારે મોરબી જિલ્લાની અંદરથી ૧૭૩૬ સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી કોરોનાના નવા ૩૧૮ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અગાઉ જે લોકોને કોરોના આવેલ હતો તેમાથી ૫૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે અને આજની તારીખે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા ૮૮૪ થઈ ગયેલ છે અને હમેશાની જેમ મોરબી શહેર અને તાલુકામાં જ સૌથી વધુ કેસ આવી રહ્યા છે તો પણ મોરબી તાલુકાનાં લોકોની બેદરકારી યથાવત છે અને આગામી દિવસોમાં હજુ પણ કોરોના લોકોની ચિંતામાં વધારો કરશે તે નિશ્ચિત છે
મોરબી જીલ્લામાં ચિતાજનક રીતે કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને કોરોનાની બીજી લહેર વખતે મોરબીમાં કોરોનાના દર્દીઓ તેમજ તેના પરિવારજનોની હાલત દાયનીય બની ગઈ હતી તે જાણે કે લોકો ભૂલી ગાય હોય તેવી બેદરકારી હાલમાં લોકો રાખી રહ્યા છે જેથી આજની તારીખે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં કોરોનાનો કેસ આવવા લાગ્યા છે મોરબી જીલ્લામાં ગઇકાલે ૧૭૩૬ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાથી ૩૧૮ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવેલ છે જો કે, કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે કોરોનાનું સંક્રમણ લોકોને કેવી રીતે લાગી રહ્યું છે તે સામે આવતુ નથી અને સતત કેસ વધી રહ્યા છે તો પણ લોકોમાં હજુ પણ બેદરકારી યથાવત જ હોય તેવું મોરબી શહેર અને તાલુકામાં જોવા મળી રહ્યું છે