મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નિંચી માંડલ પાસેથી મળી આવલે બાળકનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ


SHARE







મોરબીના નિંચી માંડલ પાસેથી મળી આવલે બાળકનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ

મોરબીના નીચી માંડલ ગામ નજીકથી એક બાળક મળી આવેલ હતું જે બાળકના વાલીને શોધવા માટેની મોરબી તાલુકા પોલીસની ટીમે કવાયત શરૂ કરી હતી અને હાલમાં તે બાળકનું તેના પરિવારજનો સાથે મિલન મોરબી તાલુકા પોલીસે કરાવ્યુ છે

મોરબી તાલુકા પોલીસે માહિતી આપતા જણાવ્યુ છે કે, ઉમિયાનગરમાં શકિત ચેમ્બર પાછળ રહેતા નશેરભાઇ ભવાનભાઇ બારોટને આશરે ૧૦ વર્ષનો એક બાળક નીચી માંડલ ગામ પાસેથી મળી આવ્યો હતો જેથી નશેરભાઇએ પોલીસ કોન્સટેબલ જગદિશભાઇને તેની જાણ કરી હતી જેથી પોલીસે બાળકનું નામ સરનામું પુછતા બાળકે પોતે પોતાનું નામ પરેશ યોગેશભાઇ હોવાનું કહ્યું હતું અને સરનામું તેને ખબર ન હતું. જેથી પોલીસે તેના વાળીને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસે ગૂગલ મેપની મદદથી જુદાજુદા ગામના નામ બાળકને કહેતા  ગૌરીદળ ગામનું નામ સાંભળતા બાળકે જણાવ્યું કે મારા નાના-નાની ગૌરીદળ ગામે શંકર ભગવાનના મંદિર પાસે આવેલ બાબુભાઇની વાડીએ રહે છે. જેથી પોલીસે ગૌરીદળ ગામે રહેતા રમેશભાઇ ગજેરાનો સંપર્ક કરી શંકર ભગવાનના મંદિર પાસે બાબુભાઇની વાડી બાબતે તપાસ કરાવી હતી. અને બાબુભાઇની વાડીએ જયંતિભાઇનો સંપર્ક કરતા પરેશ તેનો ભાણેજ થાય અને તેના પિતા યોગેશભાઇ ઉકેરભાઇ નાયકા હોવાનું જાણવા મળ્યું હતું. મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સરઘઈ ગામના વતની હાલ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામમાં રહેતા યોગેશભાઇ ઉકેરભાઇ નાયકાએ પોલીસને તેમનો દીકરો વાડીએથી ગુમ થયેલાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વીડીયો કોલથી ખરાઈ કરાવતા પરેશ તેના પિતાને ઓળખી ગયો હતો. માટે પોલીસે બાળકના માતા-પિતાને તેનો દીકરો સોપી દીધો હતો






Latest News