અધધ.. મોરબી જીલ્લામાં એક જ દિવસમાં કોરોના ૩૧૮ પોઝીટીવ કેસ: લોકોની બેદરકારી યથાવત
મોરબીના ધરમપુર ગામે થયેલ હત્યાના બનાવમાં આરોપીનો જામીન ઉપર છુટકારો
SHARE
મોરબીના ધરમપુર ગામે થયેલ હત્યાના બનાવમાં આરોપીનો જામીન ઉપર છુટકારો
મોરબીના ધરમપુર ગામે યુવાનની હત્યા થઈ હતી જે ગુનામાં પકડવામાં આવેલા આરોપીએ હાઇકોર્ટમાં જામીન માટે આરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલી દલીલોને ધ્યાને લઈને હાઈકોર્ટે એક આરોપીના જામીન મંજૂર કરેલ છે
મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે, તેમના પતી સાથે ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને આરોપીઓએ એકસંપ કરીને ગે૨કાયદે મંડળી રચી લાડકાના ધોકા તથા પથ્થરો વતી ફરીયાદીના પતિને તથા સાહેદને બેફામ ગાળો આપી લાકડાના ધોકાથી આડેધડ શરીરે માર મારતા નાનીમોટી ઈજાઓ કરી હતી તેમજ પથ્થરોના છુટા ઘા કરીને શરીરે મુંઢ ઈજા તથા ફેકચર કરીને ફરીયાદીના પતિને આખા શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડીમે મોત નીપજાવી ગુનો કર્યો હતો. આ ફરીયાદીના આધારે મોરબી તાલુકા પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરેલ હતી. જેમાના આરોપી રાહુલ રમેશભાઈ ગડેશીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી ત્યારે આરોપી તરફે વકીલે ધારદાર દલીલો કરી હતી. જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે અને આ કેસમાં હાઈકોર્ટના એડવોકેટ પ્રેરક ઓઝા તેમજ મોરબી જીલ્લાના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા રોકાયેલા હતા.