ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

કોંગ્રેસ-ભાજપ બંને મૂંઝવણમાં !: વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીના ૩૧ મતોનું સસ્પેન્સ યથાવત


SHARE













કોંગ્રેસ-ભાજપ બંને મૂંઝવણમાં !: વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીના ૩૧ મતોનું સસ્પેન્સ યથાવત

મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની ૧૨ મી તારીખે મતગણતરી હતી જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ છે જેથી ૩૧ મતને પેન્ડિંગ રાખવામાં આવ્યા છે જેની મુદત ૧૮ તારીખની હતી જો કે, ગઇકાલે પણ આ કેસમાં મુદત પડી છે જેથી કરીને આગામી તા ૨૫ પછી જ આ મ્તોને ખોલવામાં આવશે અને ત્યાં સુધી ૩૧ મતોનું સસ્પેન્સ યથાવત રહેશે તેમજ કોંગ્રેસ અને ભાજપ બંનેની મૂંઝવણમાં પણ યથાવત રહેશે અને આ ૩૧ મતોની ગણતરીનું નક્કી કરવામાં આવશે પછી જ ફાઇનલ જનઆદેશ જાહેર કરવામાં આવશે


મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો ચૂંટણીમાં વિજય મેળવતા આવ્યા છે જોકે આ વખતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર હતી અને ગત ૧૨ મી તારીખે મતગણતરી શરૂ કરવામાં આવી ત્યારથી બંને પક્ષના ઉમેદવારો વચ્ચે અનેક ચડાવ ઉતાર જોવા મળ્યા હતા અને મતગણતરીમાં સંઘની બેઠક પરથી કોંગ્રેસ પ્રરેરિત ઉમેદવારનો વિજય થયો છે જ્યારે વેપારી તેની અંદર ચાર-ચાર કોંગ્રેસ પ્રરેતિ ઉમેદવારો વિજય બન્યા છે અને જો વાત કરીએ ખેડૂત પેનલની તો કુલ મળીને દસ ઉમેદવારો માટે થઈને બંને પક્ષના ૧૦-૧૦ સભ્યો તેમજ એક અપક્ષ ઉમેદવાર આમ કુલ ૨૧ ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે અને જે તે દિવસે મતગણતરીને પૂર્ણ કરવામાં આવી ત્યારે કોંગ્રેસના આઠ અને ભાજપના બે ઉમેદવારો વિજેતા થતાં હોય તેવું ચિત્ર હતું પરંતુ ચૂંટણી પહેલા હાઇકોર્ટની અંદર મતદારોને લઈને પીટીશન કરવામાં આવી હતી અને જુદી જુદી ત્રણ પીટીશન જુદી જુદી ત્રણ મંડળીઓના કુલ મળીને ૩૧ મતોને અનામત રાખવામાં આવેલા છે

ગઇકાલે તારીખ ૧૮ ના રોજ હાઇકોર્ટમાં તેની મુદત હતી જો કે, ત્યારે કેસ ચાલેલ નથી અને આગામી તારીખ ૨૫ મી ની મુદત પડેલ છે જેથી કરીને હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે પછી ૩૧ મત માટે થઈને આદેશ કરવામાં આવે ત્યાર પછી તે મતોની ગણતરી કરવામાં આવે અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું ફાઇનલ ચિત્ર જાહેર કરવામાં આવશે જો કે હાલમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ કે કોંગ્રેસ કોનો વિજય થયો તે સ્પષ્ટ થયું નથી માટે બંને મૂંઝવણમાં છે અને ૩૧ મતોનું સસ્પેન્સ હજુ આગામી તા ૨૫ મી સુધી યથાવત જ રહેશે બિન આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાઈકોર્ટમાંથી ૩૧ મત માટે જે ચુકાદો આપવામાં આવે તે પરંતુ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સત્તાના સૂત્રો કોંગ્રેસ પ્રેરિત પેનલ સંભાળે તેવું હાલમાં ચર્ચાઇ રહ્યું છે 






Latest News