કોંગ્રેસ-ભાજપ બંને મૂંઝવણમાં !: વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીના ૩૧ મતોનું સસ્પેન્સ યથાવત
મોરબીમાં ગોકુલનગરમાં ભત્રીજીને માર મરનારા કાકા સામે ભાભીએ નોંધાવી ફરિયાદ
SHARE
મોરબીમાં ગોકુલનગરમાં ભત્રીજીને માર મરનારા કાકા સામે ભાભીએ નોંધાવી ફરિયાદ
મોરબીના શનાળા બાયપાસ રોડ પાસે આવેલ ગોકુલનગરમાં કાકાની સાથે રહેતી ભત્રીજીને તેના કાકા દ્વારા સામાન્ય બાબતે ઢીકાપાટુનો માર મારીને કાનમાં ઇજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભાભીએ તેના દિયરની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના ભાયાણી બગસરા ગામે હુડકો કોલોનીમાં રહેતા અને હાલમાં બ્લૂ લેક કારખાનાની ઓરડીમાં રહેતા મધુબેને વિનુભાઈ વાઘેલા જાતે દેવિપુજક (ઉંમર ૩૫) એ તેના દિયર નરેશભાઈ બાબુભાઇ વાઘેલા રહે, શનાળા બાયપાસ રોડ ગોકુલનગર વાળાની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓની દીકરી રીંકલને તેના કાકા નરેશભાઈ વાઘેલા દ્વારા સામાન્ય બાબતે માર મારવામાં આવ્યો હતો અને ડાબા કાનમાં ઇજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં મધુબેનની ફરિયાદ લઈને તેના દિયર નરેશભાઈ બાબુભાઇ વાઘેલાની સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મધુબેન વાઘેલાએ બીજા લગ્ન કરી લીધેલ હોય તેના રીંકલ સહિતના સંતાનો તેના કાકા સાથે રહેતા હતા અને રીંકલને તેના કાકા નરેશભાઈ વાઘેલા માર મારતા હતા જેથી પોલીસે હાલમાં મધુબેનનીફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે