મોરબી જિલ્લાના ૧૬૬ ઘરને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
SHARE









મોરબી જિલ્લાના ૧૬૬ ઘરને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૧૮-૧-૨૨ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારના બે જાહેરનામા અનુસાર ૧૬૬ ઘરને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે.આ ૧૬૬ ઘરમાં મોરબી શહેરી વિસ્તારના ૧૦૧, મોરબી તાલુકાના ગ્રામ્યના ૩૫, ટંકારા તાલુકાના ૮, વાંકાનેર તાલુકાના ૧૩, માળીયા તાલુકાના ૫ અને હળવદ તાલુકાના ૪ ઘરનો સમાવેશ થાય છે. આ ૧૬૬ ઘરોને ૭ દિવસ માટે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જાહેરનામા અનુસાર માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન શરૂ થયાની તારીખથી ૭ દિવસ સુધી અમલમાં રહેશે.પરંતુ જો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં અન્ય કોઈ કોવિડ-૧૯ પોજીટીવ કેશ નોંધાય તો નવો કેશ નોંધાયેલ તારીખથી બીજા ૭ દિવસ સુધી તે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં રહેશે.આ જાહેરનામામાંથી સરકાર ફરજ કામગીરી ઉપરના હોમગાર્ડ, પોલીસ કે અન્ય સરકારી અથવા અર્થ સરકારી એજન્સી, સરકારી કે ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેવો કાયદેસરની ફરજ પર હોય તેવા તથા સક્ષમ અધિકારીની મંજૂરી આપેલી હોય તેવી વ્યક્તિ સેવાઓની આ હુકમ લાગુ પડશે નહી અને આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ તથા ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ શિક્ષાપાત્ર ઠરશે.
