મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને નિર્મલ વિદ્યાલય દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરાયુુ


SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને નિર્મલ વિદ્યાલય દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરાયુુ

નિર્મલ વિદ્યાલય દ્વારા હર હંમેશા કંઈક નવું કરવાના હેતુથી શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવાનો અનેરો પ્રયાસ કર્યો હતો.વિદ્યાર્થીઓ અને વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા, ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા, ભારતના ભવિષ્યનુ વધૂ સારૂ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને નિર્મલ વિદ્યાલય દ્વારા બે દિવસીય ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

ટીચર ટ્રેનીંગ વર્કશોપને લાયન્સ કલબ ઇન્ટરનેશનલના પાસ્ટ ડિસટ્રીક ગવર્નર ચંદ્રકાંતભાઈ  દફતરી, લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા, રીજીયન ચેરપર્સન રમેશભાઈ રૂપાલા, ઝોન ચેરપર્શન તુષારભાઈ  દફતરી, નિવૃત ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસર બાબુલાલ લોરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા, નિર્મલ  વિદ્યાલય સંકુલના પ્રમુખ મહાદેવભાઈ દેસાઈ, અમૃતલાલ પટેલ, એચઓડી નિલેશભાઈ  કુંડારિયા, પ્રિન્સિપાલ ગીરીશભાઈ કલોલા વિગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટીચર ટ્રેનિંગ વર્કશોપને  ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર રેખાબેન શાહ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ શિક્ષકોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગમાં જોડાયેલા ૩૫ જેટલા શિક્ષકોને ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગનું  પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટીચર ટ્રેનિંગ વર્કશોપના કાર્યક્રમનું સમગ્ર સંચાલન નિર્મલ વિદ્યાલયના શિક્ષક શિરીષચંદ્ર ભટ્ટ  તેમજ સીનિયર શિક્ષક રમણીકભાઇ બરાસરા દ્વારા કરવામાં આવ્યું હતુ.






Latest News