લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને નિર્મલ વિદ્યાલય દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન કરાયુુ
મોરબી : અનેક સમસ્યાઓથી ખદબદતા શહેરને નર્કાગાર સ્થિતિમાં ફેરવનાર ભાજપ સામે અંતે કોંગ્રેસે ખાંડા ખખડાવ્યા
SHARE









મોરબી : અનેક સમસ્યાઓથી ખદબદતા શહેરને નર્કાગાર સ્થિતિમાં ફેરવનાર ભાજપ સામે અંતે કોંગ્રેસે ખાંડા ખખડાવ્યા
મોરબી શહેર અને ખાસ કરીને પાલીકામાં ભાજપ-કોંગ્રેસ બંને સતાધારી પક્ષ દ્વારા રાજ કરવા આવેલ છે છતાં પણ શહેરની મૂળભૂત સમસ્યાઓ આજે વર્ષો બાદ પણ યથાવત જ છે.આજે પણ શહેરમાં અનેક સમસ્યાઓથી શહેરીજનો ત્રસ્ત છે અને આ સમસ્યાઓથી ખદબદતા મોરબી શહેરને નર્કાગાર સ્થિતિમાં મુકવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના શાસકો જવાબદાર ગણી શકાય કારણકે બંને પક્ષના સાશનમાં મોરબીના લોકોએ યાતના ભોગવી છે ત્યારે હાલમાં કોંગ્રેસ દ્વારા સતાધારી પક્ષ ભાજપ સામે ખાંડા ખખડાવીને શહેરીજનોની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા માટે મોરબીને કોર્પોરેશન આપવામાં આવે તેવી માંગ સાથે લેખીત રજૂઆત કરી છે અને સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અન્યથા તાળાબંધી કરવાની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
મોરબીમાં વર્ષોથી એ ગ્રેડની કહેવાતી પાલીકા અસ્તિત્વમાં છે જેમા હાલ ભાજપ શાસિત નગરપાલિકાના બિન અનુભવી અને અણ આવડતભર્યા વહીવટથી એક વખત સૌરાષ્ટનું પેરિસ ગણાતુ શહેર આજે નર્કાગાર હાલતમાં ફેરવાય ગયું છે.મોરબી શહેરની પ્રજાના તમામ પ્રશ્નોનું કોઇ નિરાકરણ નથી થતુ.મોરબી શહેરની પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના રૂપિયા ક્યાં વપરાય છે..? તે પ્રજા પૂછી રહી છે.આજ મોરબીની પ્રજા આર્થિક રીતે સદ્ધર છે જો કે વર્ષો સુધી બંને પક્ષના શાસકો દ્વારા શાસન કરવામાં આવ્યું છે.છતાં પણ આજે શહેર કે જિલ્લામાં એકપણ નમૂનેદાર કહી શકાય તેવું હરવા ફરવા લાયક સ્થળ નથી અને હરવા ફરવા લાયક સ્થળ તો છોડો શહેરની અંદર બેસવા લાયક સારા બગીચાનો પણ અભાવ જોવા મળે છે વર્ષે લાખોનો પગાર કર્મચારીઓ પાછળ ખર્ચવામાં આવે છે અને તે રીતે અન્ય ખર્ચ બતાવીને કરોડનો આંકડો બગીચાઓના જતન પાછળ વપરાય છે અને ચોપડે આંકડાઓ ચડી જાય છે પરંતુ ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે એ તો મોરબીના નાગરિકો સારી રીતે જાણે જ છે.
તે ઉપરાંત ઉભરાતા ભુર્ગભ ગટર પાણી કે જેની રોડ ઉપર રેલમ છેલમ જોવા મળે છે.તેમજ પીવાના પાણીમાં ગટરયુકત પાણી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં સમાન છે. શેરી-ગલ્લીઓમાં પુરતી સ્ટ્રીટ લાઇટના અભાવે હેરાનગતી જેમા અમુક લાઈટો સતત બંધ છે તો અમુક વિસ્તારોમાં ચોવીસ કલાક લાઇટો ચાલુ રહે છે..! તેમજ શહેર જ નહીં તાલુકા-જીલ્લા પંચાયત હસ્તકના ઉબળ-ખાબળ રોડ-રસ્તા રસ્તાઓ તેમજ જ્યાં જુવો ત્યાં ખાડા ટેકરા તેમજ કચરાના ઢગલાઓને લીધે બેસુમાર ગંદકીના લીધે જીલ્લાના નાગરીકો પરેસાન છે.લોકોને ભર શિયાળે પુરતુ પીવાનું પાણી મળવું મુશ્કેલ બન્યુ છે.મોરબી શહેરની એ ગ્રેડની ભાજપ શાસિત નગરપાલિકાના સતાધારીઓની અણઆવડત તેમજ કામગીરીની નિષ્ફળતાને લીધે પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચીત રહે છે.તેમજ મોરબી શહેરના અનેક પ્રશ્નો જેમ કે ઉભરાતી ગટરોના ગંદા પાણી રોડ ઉપર ઉભરાય છે, શેરી ગલીઓમાં અંધકાર, નવા બનાવેલા રોડ-રસ્તા તૂટી જતા હોય તેની ખાતાકીય તપાસ કરીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા, ભરશિયાળે પ્રજાને નિયમિત પીવાના પાણીનો પુરવઠો મળતો નથી, જ્યાં ત્યાં કચરાના ઢગલા, સાફ-સફાઈની અનિયમીતતા, સતત ચાલુ જ કે સતત બંધ રહેતી સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટરની નિયમિત સફાઈ થતી નથી અને કોન્ટ્રાક્ટરનો માણસો દ્વારા પ્રાઇવેટ કામો કરીને પ્રજા પાસેથી ગટર સફાઈના નામે પૈસાના ઉઘરાણા, શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ જે ઢોર પકડવામાં આવે છે તેનો સાચો આંકડો જાહેર કરવામાં આવતો નથી અને ખોટી સંખ્યા દર્શાવવી લોકોના પૈસાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ઉખડ ખાબડ રોડમાં ખાડા પડ્યા છે જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ છે, મોરબી શહેરની પ્રજાને પીવા લાયક પાણી મળતું નથી તેમાં ભૂગર્ભના ગંદા પાણી મીક્સ થાય છે જેના કારણે લોકોના અમૂલ્ય જીવન સાથે ચેંડા થઇ રહ્યા છે, ડોર ટુ ડોર ઉઘરાવતા કચરાના વજનમાં પણ ગોલમાલ કરવામાં આવે છે તેમજ સફાઈકામમાં રોજમદારોના ખાલી નામ રાખીને કામ નહિ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.આમ નગરપાલિકાના તમામ વિભાગમાં ખાલી વાઉચર બનાવી ભાજપના સદસ્યો.અને અઘિકારીની મિલી ભગતથી લાખો રૂપિયાનો ભષ્ટ્રાચાર ચાલે છે.તેવો ખુલ્લો આક્ષેપ કોંગ્રેસ દ્રારા કરવામાં આવ્યો છે.
મોરબીવાસીઓની મુશ્કેલીનું નિરાકરણ આવે તે માટે મોરબી નગરપાલિકાએ ઉરરોકત તમામ કામગીરી કરવી જોઈએ અને તે માટે મોરબી શહેરની કહેવાતી એ ગ્રેડની નગરપાલિકા જો પ્રજાને પ્રાથમિક સુવિધા નહીં આપે અને ઉપરોકત તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવે તો પ્રજાને સાથે રાખીને કોંગ્રેસ પક્ષ નગરપાલિકા સામે ગમે ત્યારે તાળાબંઘી અને ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરશે માટે પ્રજાને પરેશાન કરતા તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી લાગણી અને માંગણી મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, રાજુભાઈ કાવર (પ્રમુખ મોરબી શહેર કોગ્રેસ) રમેશભાઈ રબારી, મહેશભાઇ રાજ્યગુરૂ, તેમજ કે.ડી.પડસુંબિયા સહીતના કોંગી આગેવાનોએ ઉચ્ચારેલ છે.
