માળીયા (મી) નાં વિરવિદરકા ગામે પત્ની પાસે બીભત્સ માંગણી કરતાં રોહિતભાઈનું ઢીમ ઢળી દીધું
મોરબી તાલુકામાં સગીરાને ગર્ભ રાખી દેનારા ઢગાને પોલીસે દબોચ્યો
SHARE









મોરબી તાલુકામાં સગીરાને ગર્ભ રાખી દેનારા ઢગાને પોલીસે દબોચ્યો
મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી સગીર વયની માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી સગીરાને ગર્ભ રહી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુના દુકાનદાર ઢગાની ધરપકડ કરવામાં આવેલ છે
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં અગાઉ માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ જો વાત કરીએ તો હાલમાં મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની અંદર સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભ રાખી દીધો હોવાનું સામે આવ્યું છે અને સગીરાને ગર્ભ રહી ગયા બાદ સમગ્ર મામલો સામે આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી હાલમાં આરોપી સુરેશ ભગવાનજી ઝાલરીયા (42) નામના શખ્સની ધરપકડ કરેલ છે
મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણએ જણાવ્યુ હતુ કે, સગીરાને બે ચાર દિવસ પહેલા પેટમાં દુખાવો થતાં તેને સારવાર માટે લઈને ગયા હતા ત્યારે ડોક્ટરે સગીર વયની દીકરી કે જે માનસિક અસ્થિર છે તને પેટમાં ૧૯ સપ્તાહનો ગર્ભ હોવાની માહિતી આપી હતી જેથી કરીને માનસિક અસ્થિરતાનો ગેરલાભ ઉઠાવીને કોને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે તે પ્રશ્ન ઊભો થયો હતો અને આ દીકરીને વિશ્વાસમાં લઈને તેને પુછવામાં આવતા સુરેશ ભગવાનજી ઝાલરીયા નામના શખ્સે વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ભોગ બનેલી સગીરાની માતાની ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરી છે હાલમાં માનસિક અસ્થિર સગીરા સાથે દૂષકર્મ આચારનારા આરોપીને તો પોલીસે ઝડપી લીધેલ છે જો કે, આવા શેતાનો કયા સુધી માસૂમ દીકરીઓના દેહને અભડાવતા રહેશે તે સૌથી મોટો સવાલ છે
