મોરબી રાજપર રોડે થોરાળા પાસે કાર વિજપોલ સાથે અથડાતા મહિલા સહિત ત્રણના મોત
મોટી રાહત: મોરબી જીલ્લામાં કોરોનાના વધતાં કેસ વચ્ચે પણ હોસ્પીટલમાં સારવાર હેઠળ માત્ર બે દર્દી: કુલ એક્ટિવ કેસ ૧૦૪૭
SHARE









મોટી રાહત: મોરબી જીલ્લામાં કોરોનાના વધતાં કેસ વચ્ચે પણ હોસ્પીટલમાં સારવાર હેઠળ માત્ર બે દર્દી: કુલ એક્ટિવ કેસ ૧૦૪૭
મોરબી જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે અને ધીમેધીમે કરતાં આજની તારીખે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૦૪૭ થઈ ગયેલ છે અને ગઇકાલે કોરોનાના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી કોરોનાના નવા ૨૬૫ કેસ નોંધાયા છે અને દરરોજ કોરોના પોતાનો જ રેકોર્ડ તોડતો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તો પણ લોકોમાં કોરોનાને લઈને કોઈ ગંભીરતા જોવા મળી રહી નથી અને હાલમાં ૧૦૪૭ એક્ટિવ કેસ છે જો કે, તેમાંથી હોસ્પીટલમાં માત્ર બે જ દર્દી સારવાર લઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે
મોરબી જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે દરરોજ સેમ્પલ લેવામાં આવે છે તેવી જ રીતે બુધવારે કુલ મળીને ૧૭૩૬ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાંથી કોરોનાના નવા ૨૬૫ કેસ નોંધાયા છે અને તેની તાલુકા વાઇઝ આંદાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબીમાં શહેરમાં ૧૨૨, ગ્રામ્યમાં ૮૮, વાંકાનેર શહેરમાં ૯ અને ગ્રામ્યમાં ૯ હળવદ ગ્રામ્યમાં ૧૪, ટંકારા ગ્રામ્યમાં ૧૫ અને માળિયા ગ્રામ્યમાં ૮ નવા કેસ સામે આવેલ છે અને આમ ધીમેધીમે કરતાં આજની તારીખે મોરબી જીલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૦૪૭ થયેલ છે જો કે, આ દર્દીઓમાંથી માત્ર બે જ દર્દી હાલમાં મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે જો કે, બાકીના બધા જ દર્દીઓ ઘરે જ રહીને સારવાર લઈ રહ્યા છે અને તમામની તબિયત સારી જ હોવાનું જાણવા મળેલ છે
વધુમાં આરોગ્ય અધિકારી ડો.જે.એમ. કતિરાની સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, આ વખતે કોરોનાના કેસ વધી રહ્યા છે જો કે, દર્દીઓ મોટાભાગે સઘરે જ સારવાર લઈ રહ્યા છે કેમ કે, બીજી લહેરની જેમ ઑક્સીજનની જરૂરિયાત ઊભી થાય તેવી પરિસ્થિતી હાલમાં જોવા મળી રહી નથી જો કે, તેમણે જણાવ્યુ હતું કે, અગાઉ સંજીવની રથ ચાર હતા પરંતુ કોરોનાના કેસ વધતાં તેને હાલમાં ૨૩ સંજીવની રથ કાર્યરત કરવામાં આવેલ છે અને ૮ ધન્વંતરિ રથ દર્દીઓની સારવાર માટે દોડાવવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં જો કોરોનાના કેસમાં વધારો જોવા મળશે તો હજુ પણ સંજીવની રથ અને ધન્વંતરિ રથ ની સંખ્યામાં વધારો કરવામાં આવશે
અધિકારી-કર્મચારીઓ કોરોનાની ઝપટે
મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ, શિક્ષણ વિભાગ, જીએસટી કચેરી, સહિતના જુદાજુદા વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓએ અને કર્મચારીઓમાંથી ઘણા લોકોને આ વખતે કોરોના પોઝિટિવ આવેલ છે જેથી કરીને ઘણી કચેરી અધિકારી અને કર્મચારીઓ કોરોનાની સારવાર હેઠળ હોવાથી ખાલી જોવા મળી રહી છે
