મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા(મિ.)ના સીંચાઈની સુવિધા વિહોણા ૫૨ ગામોને સિચાઈનું પાણી આપવાની માંગ ઉઠી


SHARE







મોરબી અને માળીયા(મિ.)ના સીંચાઈની સુવિધા વિહોણા ૫૨ ગામોને સિચાઈનું પાણી આપવાની માંગ ઉઠી

મોરબી અને માળીયા(મિ.) તાલુકના ૫૨ ગામોમાં આજની તારીખે  સિચાઈના પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી જેથી કરીને ઘણા ગામડા ખાલી થઈ ગયા છે ત્યારે મોરબીમાં રહેતા ખેડૂત આગેવાન કાંતિલાલ ડી. બાવરવાસિંચાઈના પાણીથી વંચિત મોરબી અને માળીયાના ૫૨ ગામના ખેડૂતો માટે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે

હાલમાં કાંતિલાલ ડી. બાવરવાએ કહ્યું છે કે, સિંચાઈના પાણીથી વંચિત આ બંને તાલુકાના ખેડૂતો રાજકીય હાથા બની તેમજ ગમા અણગમા પડી પોતાના હિતનું રક્ષણ કરી શકતા નથી ટાટીયા ખેચમાં પડ્યા રહે છે અને ખેતી માટે સિંચાઇનું પાણી નર્મદા કે મચ્છુ બેમાંથી મળે તે જરૂરી છે જો કે, પાણી આપવામાં આવતું નથી તે હક્કિત છે ત્યારે ખેતી માટે સિંચાઈનું પાણી જોતું હશે તો કચ્છના કિસાનોએ જે એકતા બતાવી કચ્છને પીવા માટે તેમજ સિંચાઈ માટે વધારાનું પાણી નર્મદા કેનાલમાંથી મેળવવા માટે સિદ્ધાંતિક મંજૂરી સરકાર પાસેથી મેળવી છે તેવી જ રીતે મોરબી જિલ્લાના આ બે તાલુકાનાં ખેડૂતોએ એકતા સાથે લડત કરવી પડશે અત્રે ઉલેખનીય છે કે, નર્મદા કેનાલ તો મોરબી જીલ્લામાં આવેલ જ છે અને મચ્છુ-૨ ડેમ સૌની યોજનાનો મધર ડેમ છે તો પણ આ જિલ્લાના બે તાલુકામાં સિચાઈ માટે પાણી મળી રહ્યું નથી આવી જ રીતે મચ્છુ-૩ માંથી પણ ખેડૂતોને પાણી મળતું નથી જો ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવું હશે તો ખેડૂતોની એકતા જરૂરી છે અને જો સરકાર આ બંને તાલુકાના સિંચાઇથી વંચિત ૫૨ ગામોને સિંચાઇનું પાણી આપવા માટે સિદ્ધાંતિક મંજૂરી ન આપે તો બધા ખેડૂતોએ ગાંધી ચિંધ્યા રાહે સત્યાગ્રહ આંદોલન કરવાની જરૂર છે તો જ સરકારના કાન સુધી અહીના ખેડૂતોનો અવાજ પહોચશે અને સરકાર સામે આંદોલન કરવાની પણ કાંતિલાલ ડી. બાવરવાએ તૈયારી બતાવી છે અને ખેડૂતો પાસેથી સહકાર માંગ્યો છ






Latest News