વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે મંદિરે રહેતી વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યા બાદ મોત નીપજયું
હળવદના ચરાડવા ગામે વાડીએ રહેતા મજૂરના બાઈકની ચોરી
SHARE
હળવદના ચરાડવા ગામે વાડીએ રહેતા મજૂરના બાઈકની ચોરી
હળવદના ચરાડવા ગામે રહેતા અને વાડીએ મજૂરીકામ કરતા યુવાનનું બાઈક વાડી પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેનું ૪૫ હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે સહજાનંદ મારબલની પાછળ નારણભાઈ ધરમશીભાઈ પટેલની વાડી રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી યોગેશકુમાર નત્થુસિંગ જાતે બઘેલ (ઉ.૨૭) એ પોતાનું બાઇક નંબર યુપી ૮૩ એએફ ૪૦૫૭ પાર્ક કરીને મૂકી રાખ્યું હતું જે બાઇકને વાડી પાસેથી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યોગેશકુમારે ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે