મોરબીની એલ.ઇ. કોલેજમાં બે વધારાના કોર્ષને શરૂ કરવામાં આવ્યા
SHARE









મોરબીની એલ.ઇ. કોલેજમાં બે વધારાના કોર્ષને શરૂ કરવામાં આવ્યા
મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજ ખાતે આગામી દિવસોમાં ભારત સરકારના એ.આઈ.સી.ટી. પ્રાયોજિત ગુજરાત ટેકનોલોજી ઇન્સ્ટીટયુટ દ્વારા વધુ એક નવો ગણના પાત્ર એડોન કોર્ષ શરૂ થશે. જેનાથી ડિગ્રી એન્જિનિયરિંગનાં વિદ્યાર્થીઓના કૌશલ્યમાં વધારો થશે અને વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી ફિલ્ડમાં જાય ત્યારે તેઓ વધુ સારી રીતે ઝડપી અને ચોકસાઈ પૂર્વક કામ કરી શકશે. તેમજ વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં પણ આ એડોન કોર્ષના વિશેષ ઉલેખ સાથે વિદ્યાર્થીઓને રોજગાર સહિત વિવિધ યોજનાકીય લાભ સહિત એડિશનલ કોર્ષ અંગે વિસ્તૃત માહિતી આપતા લખધીરસિંહજી એન્જીનીયરિંગ કોલેજના પ્રિન્સીપાલ એસ.એન. પંડ્યાએ જણાવેલ હતું કે, એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને કારખાનાઓમાં જે રીતે કામગીરી કરવામાં આવે તેની તાલીમ મળે તે માટે માઇનોર અને ઓનર્સ બે કોર્ષ કાર્યરત કરવામાં આવેલ છે અને મોરબી લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજ ખાતે પ્રોડકશન એન્જીનીયરીંગ અને મિકેનિકલ એન્જીનીયરીંગમાં આ બંને કોર્ષને હાલમાં શરૂ કરવામાં આવેલ છે અને આમાં તાલીમ લેનારા વિદ્યાર્થીઓને સરકાર માન્ય સર્ટિફિકેટ પણ આપવામાં આવશે
