ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઇ


SHARE













મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઇ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતીથી માંડી સુભાષબાબુ જ્યંતી સુધી સમગ્ર ભારતમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે એ અન્વયે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી અને વાંકાનેર દ્વારા કરવામાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોરબી તાલુકાની સાર્થક વિદ્યા મંદિર ખાતે અને વાંકાનેર ખાતે મહારાજા સાહેબ કેસરીદેવસિંહજીની બોર્ડીંગ  ખાતે યોજાયો હતો

જેમાં મોરબી ખાતે પ્રચારકજી પ્રવીણભાઈ ઓતિયા પ્રાંત અધિકારી રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ અને વાંકાનેર ખાતે જામનગર અને મોરબી જિલ્લાના પ્રચારક રામશીભાઈ આર.એસ.એસ. બૌદ્ધિક આપતા વિવિધ ઉદાહરણો દ્વારા જણાવ્યું હતું કે આપણે જે કંઈ કરીએ એમ રાષ્ટ્ર પ્રથમ નંબરે હોવું જોઈએ અને બીજા નંબરે પણ રાષ્ટ્ર જ  હોવો જોઈએ. શિક્ષક તરીકેનો વ્યવસાય અતિ ઉત્તમ અને પવિત્ર છે,શિક્ષકો દ્વારા જ વર્ગખંડોમાં ભારતના ઉત્તમ ભાવીનું ઘડતર થઈ રહ્યું છે.સ્વામી વિવેકાનંદજી અને સુભાષચંદ્ર બોઝ જેવા મહા માનવોનો રાષ્ટ્રપ્રેમ,રાષ્ટ્ભક્તિ, રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ પ્રત્યેનું સમર્પણ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીને વિદ્યાર્થીઓને ઉત્તમ ચારિત્ર્યવાન બનાવવાનું કામ શિક્ષકોના હાથમાં છે વગેરે વાતો દ્વારા વક્તાઓએ કર્તવ્ય બોધ આપ્યો હતો આ કાર્યક્રમમાં વાંકાનેર ખાતે મહાવીરસિંહ ઝાલા, યુવરાજસિંહ વાળા, દિનેશભાઈ વડસોલા, અશોકભાઈ સતાસિયા, નવઘનભાઈ દેગામા, સી.સી.કાવર, ચિરાગભાઈ આદ્રોજા, કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, કિરીટભાઈ દેકાવડીયા, સંદીપભાઈ લોરીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News