મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઇ
મોરબીના વનાળીયા નજીક બાઇક અને ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં
SHARE









મોરબીના વનાળીયા નજીક બાઇક અને ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં
મોરબીના વનાળીયા ગામે રહેતો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ગોરખીજડીયા અને વનાળીયા વચ્ચે તેનું બાઈક ટ્રેક્ટરની સાથે અથડાતા થયેલ અકસ્માત બનાવમાં માથાના અને પગના ભાગે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ વનાળીયા ગામનો રહેવાસી સલીમભાઇ અલ્લારખાંભાઇ પરમાર નામનો ૨૯ વર્ષનો યુવાન ગઇકાલે સવારે આઠ વાગ્યે તેનું બાઇક લઇને વનાળીયા તરફથી ગોરખીજડીયા તરફ આવી રહ્યો હતો ત્યારે ગોળાઈ પાસે તેનું બાઇક ટ્રેક્ટરની સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં માથા તેમજ પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં સલીમ પરમારને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એન.જે.ખડિયાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તેમજ મોરબીના સામાકાંઠા આવેલ જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતો વિજય વિરજીભાઇ ખંડોલા નામનો ૩૨ વર્ષીય યુવાન નટરાજ ફાટક પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે તેના બાઇકને એકટીવાના ચાલકે પાછળથી હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત વિજયભાઈ ખંડોલાને સારવારમાં ખસેડાયો હતો બનાવ અંગે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહે આગળની તપાસ હાથ ધરી છે.
આધેડ સારવારમાં
મોરબીના અણીયારી ગામે રહેતા ચંદુભાઈ બાલુભાઈ વરસડા નામના ૫૭ વર્ષીય આધેડ અણીયારીથી જેતપર તરફ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઈકની આડે કુતરૂ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજાગ્રસ્ત ચંદુલાલ વરસડાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના બીલીયા ગામે આવેલ કલરની ફેક્ટરીમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીમાં ઈજા થતાં અરવિંદભાઈ નવલાભાઈ નાયકા નામના ૩૫ વર્ષના મજુર યુવાનને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. તેમજ પંચાસર રોડ હદાણીની વાડી વિસ્તારમાં રહેતા કનુબેન ડુંગરભાઇ કણજારીયા નામના ૭૩ વર્ષીય વૃદ્ધા પંચાસર ચોકડી નજીકથી જતા હતા ત્યાં અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતાં ઇજાગ્રસ્ત કનુબેન કણજારિયાને સારવાર માટે મધુરમ હોસ્પિટલે ખસેડાયા હતા.
બે બાઈક અથડાતા ત્રણને ઇજા
મોરબીના રાજકોટ હાઇવે ઉપર જે.પી.પાર્ટી પ્લોટ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે બાઇક સામસામે અથડાતાં વાઘપરા શેરી નંબર-૧૧ માં રહેતા લવજીભાઈ હીરાભાઈ ઉભડીયા (૬૨) અને દિપનાબેન લવજીભાઈ ઉભડીયા (૫૮) તેમજ સામેના બાઈકમાં રહેલ દિલીપ હસમુખભાઇ બાવરવા (૨૯) રહે.શકત શનાળાવાળાઓને ઇજાઓ થતા ત્રણેયને સારવાર માટે અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના રહેવાસી ધીરજલાલ વાલજીભાઈ સાબરીયા નામનો ૪૨ વર્ષીય યુવાન રાજકોટ બાયપાસથી એસ.પી.રોડ તરફ જતો હતો ત્યારે તેના બાઈકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા ધીરજલાલને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
