મોરબીમાં નકલંક નેજા ધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા અબોલજીવને ઘાસચારો નાખવામાં આવ્યો
મોરબીના ક્રિકેટ કોચે સ્પોર્ટ્સ સાયકોલોજીનો વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ
SHARE









મોરબીના ક્રિકેટ કોચે સ્પોર્ટ્સ સાયકોલોજીનો વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ
મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.ના કોચ નિશાંત જાનીએ તાજેતરમાં યોજાયેલ સ્પોર્ટ્સ સાયકોલોજીમાં પાંચ દિવસનો વર્કશોપ સફળતાપૂર્વક પાસ કરીને સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું છે અને સ્કીલ નેશનના સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ ટ્રેઈનર મિતેશ જૈનના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં પાંચ દિવસનો સ્પોર્ટ્સ સાયકોલોજી વર્કશોપ યોજવામાં આવ્યો હતો જે વર્કશોપમાં ભાગ લઈને મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાનીએ કોર્સ કમ્પ્લીટ કર્યો છે અને પાંચ દિવસીય કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું છે આ સ્પોર્ટ્સ સાયકોલોજી વિષે કોચ નિશાંત જાનીએ વિવિધ નવી જાણકારી પ્રાપ્ત કરી છે જેથી તેઓ હવે મોરબીના ખેલાડીઓને વધુ સઘન તાલીમ આપી શકશે અને મોરબીના યુવા ખેલાડીઓને તેનો લાભ મળશે અત્રે ઉલેખનીય છે કે, કોચ નિશાંત જાનીને પ્રોત્સાહન મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પૂરતો સહયોગ આપ્યો છે
