મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રવિવારે કોરોના ૧૦૨ કેસ નોંધાયા: કરફ્યુ પછી થોડી રાહત


SHARE















મોરબી જીલ્લામાં રવિવારે કોરોના ૧૦૨ કેસ નોંધાયા: કરફ્યુ પછી થોડી રાહત

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા માં સતત વધારો થઈ રહ્યો છે અને રવિવારે મોરબી જિલ્લાની અંદરથી ૧૦૦૦ સેમ્પલ લેવામાં આવેલ હતા તેમાથી કોરોનાના નવા ૧૦૨  પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને અગાઉ જે લોકોને કોરોના આવેલ હતો તેમાથી ૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે અને આજની તારીખે જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા ૧૬૯૫ થઈ ગયેલ છે

 મોરબી જીલ્લામાં ચિતાજનક રીતે કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને કોરોનાની બીજી લહેર વખતે મોરબીમાં કોરોનાના દર્દીઓ તેમજ તેના પરિવારજનોની હાલત દાયનીય બની ગઈ હતી તે જાણે કે લોકો ભૂલી ગાય હોય તેવી બેદરકારી હાલમાં લોકો રાખી રહ્યા છે જેથી આજની તારીખે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં કોરોનાનો કેસ આવવા લાગ્યા છે મોરબી જીલ્લામાં રવિવારે ૧૦૦૦ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાથી ૧૦૨ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવેલ છે જો કે, કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે કોરોનાનું સંક્રમણ લોકોને કેવી રીતે લાગી રહ્યું છે તે સામે આવતુ નથી અને સતત કેસ વધી રહ્યા છે તો પણ લોકોમાં હજુ પણ બેદરકારી યથાવત છે જો કે, કરફ્યુની શનિવાર રાતે અમલવારી પછી કેસની સંખ્યા ઘટી હોવાથી હાલમાં થોડી રાહત છે




Latest News