મોરબીમાં નકલંક નેજા ધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા અબોલજીવને ઘાસચારો નાખવામાં આવ્યો
SHARE









મોરબીમાં નકલંક નેજા ધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા અબોલજીવને ઘાસચારો નાખવામાં આવ્યો
મોરબીના વાવડી ગામે નકલંક નેજા ધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા મોરબીમાં રખડતી રજડતી ગાયોને લીલોચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે વાવડી રોડ, સરદાર બાગ, રવાપર રોડ, જીઆઈડીસી રોડ, હાઉસિંગ બોર્ડ , ઉમીયા સર્કલ, સનાળા રોડ ઉપર ગાયોને લીલોચારો નાખવામાં આવ્યો હતો અને નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપના યુવાનો દ્વારા યુવા પેઢીને પ્રેરણાદાયી કામ કરવામાં આવ્યું હતું ત્યારે નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપએ જણાવેલ કે, દર પંદર દિવસે રખડતા રઝળતા ગૌમાતા તેમજ ગૌવંશને લીલો ઘાસચારો વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગ્રુપમાં જોડાવા માટે ૮૧૪૧૩ ૩૪૪૬૧, ૬૩૫૫૧ ૩૩૪૮૩ અને ૯૯૭૯૩ ૪૯૮૨૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે
