મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસે બંધ ટ્રકની પાછળ બાઈક અથડાતાં બે યુવાનના મોત મુદે ટ્રક  ચાલક સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીની રવિરાજ ચોકડી પાસે બંધ ટ્રકની પાછળ બાઈક અથડાતાં બે યુવાનના મોત મુદે ટ્રક  ચાલક સામે નોંધાયો ગુનો

મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ રવિરાજ ચોકડી નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં બાઈક અથડાયું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જે બનાવમાં હાલમાં ટ્રક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના માળીયા હાઈવે ઉપર રવિરાજ ચોકડી નજીક બે દિવસ પહેલા બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં ડબલ સવારી બાઈક ધડાકાભેર અથડાયું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.ત્યારબાદ બંને વ્યક્તિઓના મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા આ બનાવમાં હાલમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોટી વાવડી ગામે રહેતા નાનાલાલ તેરસીંગ દાવર જાતે આદિવાસી (ઉ.૩૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ટ્રક નંબર જીજે ૧ સિટી ૫૫૯૬ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના સબંધીનું બાઇક લઈને શીવારામભાઈ સુરૂભાનભાઇ પટેલ (ઉંમર ૩૫) રહે.બાડવાની મધ્યપ્રદેશ અને બીજા વ્યકિતનું નામ લાલસિંગ ફાટીયાભાઈ સૂરયા (ઉમર ૫૦) રવિરજ ચોકડી પાસેથી જતાં હતા ત્યારે તેની બાઇક ટ્રકમાં પાછળ અથડાયું હતું જેથી તે બંનેના મોત થયા હતા અને ટ્રક ચાલકે તેનો ટ્રક ઊભો રાખ્યો હતો ત્યાં કોઈ સાઇન બોર્ડ કે વાહનની લાઇટ ચાલુ રાખી ન હતી જેથી કરીને પોલીસે નાનાલાલ તેરસીંગ દાવરની ફરિયાદ આધારે હાલમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News