મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે વાડીએ જુગાર રમતા છ શખ્સો ૧.૧૨ લાખના મુદામાલ સાથે ઝડપાયા


SHARE









હળવદના રણમલપુર ગામે વાડીએ જુગાર રમતા છ શખ્સો ૧.૧૨ લાખના મુદામાલ સાથે ઝડપાયા

હળવદ તાલુકાના રણમલપુર ગામે વાડીએ જુગાર રમતા હોવાની બાતમી હળવદ તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વાડીના માલિક સહિત કુલ મળીને છ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧.૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામે સુરેશભાઈ જગદીશભાઈ પારેજીયા જાતે પટેલની વાડીએ જુગાર રમતા હોવાની બાતમી હળવદ તાલુકા પોલીસને મળી હતી જેથી પોલીસે સુરેશભાઈની વાડીએ જુગારની રેડ કરી હતી ત્યારે વાડીના માલિક સુરેશભાઈ જગદીશભાઈ પારેજીયા, હસમુખભાઈ હરખાભાઈ જાલોરીયા, દિલીપભાઈ કરસનભાઈ વામજા, હસમુખભાઈ અંબાલાલ શાહ, જગદીશભાઈ કેશવજીભાઇ દલસાણીયા અને હરેશભાઈ દલીચંદભાઈ લોરીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧,૧૨,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

સરતાનપર જુગાર

વાંકાનેર તાલુકામાં આવતી સરતાનપર રોડ ઉપર ચોકડી પાસે જાહેરમાં ચલણી નોટના આધારે બે શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઉદયભાઇ રમેશભાઈ ઝરવરીયા જાતે કોળી (ઉંમર ૨૬) રહે. હાલ સરતાનપર મૂળ તરકીયા અને વિપુલભાઈ ટીસાભાઈ સારલા જાતે કોળી (ઉંમર ૨૧) રહે ભીમગુડા વાળા ચલણી નોટના આધારે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે ચારસો રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News