મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
SHARE









મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
મોરબીમાં કેશર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં પત્રકાર એસોસિએશન મોરબીના પ્રમુખ અતુલભાઈ જોશી, મિલનભાઈ નાનક, રવિભાઈ ભાડાણીયા, ચંદ્રેશભાઈ ઓધવિયા, જીગ્નેશભાઈ ભટ્ટ, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઇ આંબલીયા, હિમાંશુભાઈ ભટ્ટ, સુરેશભાઇ ગોસ્વામી, રવિભાઈ મોટવાણી, પાર્થભાઇ પટેલ સહિતના હજાર રહ્યા હતા અને તેઓ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને આ ક્ષેત્રમાં કેવા કેવા પડકાર આવે છે ?, કેવી રીતે કામગીરી કરવાની હોય છે ?, પત્રકાર બનવા માટેના અભ્યાસ સહિતની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીને આપવામાં આવી હતી આ સેમિનારમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ દ્વારા પત્રકારત્વ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો કે જેના જવાબો વિદ્યાર્થીને જાણવાથી માહિતી મળે તેમજ તેઓને પત્રકાર બનવા માટેનું વિઝન ક્લિયર થાય તે માટે પુછવામાં આવ્યા હતા જેના પત્રકારોએ ખૂબ માહિતી સભર જવાબો આપ્યા હતા.
