માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

કચ્છ જિલ્લામાં જળક્રાંતિ માટે પ્રેરણરૂપ બન્યું મોરબી તાલુકાનું ચાંચાપર ગામ: ૪૦૦ ખેડૂતોએ જળસંગ્રહ માટે કર્યો સંકલ્પ


SHARE

















કચ્છ જિલ્લામાં જળક્રાંતિ માટે પ્રેરણરૂપ બન્યું મોરબી તાલુકાનું ચાંચાપર ગામ: ૪૦૦ ખેડૂતોએ જળસંગ્રહ માટે કર્યો સંકલ્પ

ગુજરાતના કચ્છ જિલ્લામાં આજની તારીખે પણ ઘણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની કટોકટીના કારણે લોકોને ઉનાળામાં હાલાકીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં પરંતુ ખેતી માટે પણ પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોય ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામે આજથી વીસેક વર્ષ પહેલાં જે જળ ક્રાંતિનું સર્જન કરવામાં આવ્યું હતું તેના ફળ સ્વરૂપે આજની તારીખે આઠ જેટલા ચેકડેમો, બે તળાવ અને કૂવામાં પાણી ઉનાળામાં પણ હોય છે જેના લીધે સ્થાનિક જળસ્ત્રોતના કારણે ખેડૂતોની ખેડૂત ખેતી સમૃદ્ધ બની છે અને ખેડૂતો પણ સમૃદ્ધ બન્યા છે ત્યારે આ ગામની મુલાકાતે કચ્છ જિલ્લાના જુદા-જુદા પાંચ તાલુકાના ૪૦૦ જેટલા ખેડૂતો આવ્યા હતા અને જે તમામ અહીંની જળક્રાંતિ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા

વર્ષો પહેલા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉનાળો નજીક આવે એટલે પાણીની મોકાણ શરૃ થઈ જતી હતી અને પીવા માટે પાણી ન મળવાથી લોકોને હેરાન થવું પડતું હતું તેમજ ખેડૂતોએ સિંચાઇ માટે પાણી ન મળતા તે પણ હેરાન હતા ત્યારે આ હાલાકીને દુર કરવા માટે થઈને કઈ રીતે સ્થાનિક કક્ષાએ કામગીરી કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ મોરબી નજીકના ચાંચાપર ગામે નિવૃત શિક્ષક અને અજંતા ઓરેવા કંપનીના ફાઉન્ડર સ્વ. ઓધવજીભાઈ આર. ભાલોડીયા દ્વારા પુરુ પાડવામાં આવ્યું છે અને તેઓએ આજથી વીસ વર્ષ પહેલા પોતાના ગામની આસપાસમાં જળ ક્રાંતિનું સર્જન કરવા માટે થઈને પાયો નાખ્યો હતો અને પોતાના ગામની આસપાસ પસાર થતાં નદીનાળા સહિતના જળસ્ત્રોતની અંદર પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે સરકાર પાસેથી કોઇપણ પ્રકારની ગ્રાન્ટ મેળવ્યા વગર ગામના ખેડૂતોનું શ્રમદાન અને ઉદ્યોગકારો પાસેથી આર્થિક સહયોગ લઈને એક કે બે નહીં પરંતુ આઠ જેટલા ચેકડેમો બનાવ્યા હતા જેના કારણે આજની તારીખે આ ગામની ચોમેર બારેમાસ પાણીનો જથ્થો સંગ્રહ કરાયેલા રહેતો હોય છે આજે ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે અહીંયા આઠ જેટલા ચેકડેમ, બે તળાવ અને સ્થાનિક તમામ કૂવાઓની અંદર જળસ્ત્રોત પૂરતા પ્રમાણમાં હોવાને કારણે ખેડૂતો ઉનાળુ પાક પણ સારી રીતે લઈ શકશે

ચાચાપર ગામના ખેડૂત પ્રાણજીવનભાઈ જેઠાભાઇ અને ઉદ્યોગપતિ પ્રવીણભાઈ ભાલોડીયાના કહેવા પ્રમાણે અગાઉ તેઓ પોતાના ગામની આસપાસમાં જળ જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે માત્ર ચોમાસુ પાક એક જ લઈ શકતા હતા પરંતુ ઓધવજીભાઇ આર. પટેલ દ્વારા જે જળ ક્રાંતિનું સર્જન કરવામાં આવ્યું છે તેના ફળ સ્વરૂપે આજે તેઓના ગામની આસપાસના વિસ્તારમાં પુરતા પ્રમાણમાં જળજથ્થો બારે મહિના ઉપલબ્ધ હોય છે જેથી કરીને અહીના ખેડૂતો બાર માહિનામાં ત્રણ વખત પોતાના ખેતરની અંદરથી પાક લઈ શકે છે આવી જ રીતે કચ્છ જિલ્લાની અંદર પણ જળક્રાંતિ સર્જીને ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ થાય તેમજ તેઓની ખેતી સમૃદ્ધ થાય તેવા હેતુ સાથે ગ્લોબલ કચ્છ નામની સંસ્થા દ્વારા અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી અને ભુજ આ પાંચ તાલુકાના લગભગ ૪૦૦ જેટલા ખેડૂતોને મોરબી તાલુકાના ચાંચપર ગામની મુલાકાતે લઈ આવવામાં આવ્યા હતા

અબડાસા તાલુકાનાં સંધાણ ગામના રહેવાસી શિવજીભાઈ નેણશિભાઇ મીઠીયા અને કૂડા ગામના રહેવાસી વિક્રમસિંહ ભટ્ટીએ જણાવ્યુ હતું કે, કચ્છ જિલ્લાના જુદા-જુદા પાંચ તાલુકાઓમાંથી મોરબીના ચાચાપર ગામની મુલાકાતે આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓના ગામની આસપાસમાં ખારા પાણી હોવાના કારણે ખેતીમાં બહુ મોટા પ્રમાણમાં ફાયદો મળી શકતો નથી અને જો કુવા કે બોર કરે તો ૪૦૦ ફૂટ જેટલા ઊંડા પાણીના જળસ્તર હોવાના લીધે તેઓને પાણી મળતું નથી અને જે પાણી મળે છે તે પણ ખારું પાણી મળે છે જેથી કરીને તેઓની ખેતી ટકી શકતી નથી માટે અહીંથી ચાચાપરની અંદર પાણીનો જળસ્રોતો ટકાવી રાખવા માટેની જે વ્યવસ્થા આગેવાનો દ્વારા ઉભી કરવામાં આવી છે તે જોઈને આવી જ રીતે કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જળસ્ત્રોત અત્યારે હયાત છે ત્યાં આવી જ રીતે પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તો આગામી વર્ષોમાં કદાચ કચ્છની અંદર સ્થાનિક લેવલે જળ સ્ત્રોત ઊભા થાય તો કચ્છ પણ નર્મદા આધારિત ન રહે તેવી પરિસ્થિતિનું સર્જન થઇ શકે તેમ છે તેવી લાગણી ચાંચાપરની મુલાકાતે આવેલા કચ્છના ખેડૂતોને વ્યક્ત કરી હતી

મૂળ ચાચાપર રહેવાથી ઓધવજીભાઈ પટેલના દિકરા જયસુખભાઇ પટેલે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા તેઓના પિતાએ લોકોને પાણી માટે હેરાન ન થવું પડે તે માટે જે કામગીરી કરેલ છે તેના ફળ સ્વરૂપે આજે આ ગામના ખેડૂતોને તેના મીઠા ફળ મળી રહ્યા છે અને પાણી બારે મહિના તે લોકોને મળતું હોવાથી તેઓ વર્ષમાં ખેતીના ત્રણ પાક લઈ શકતા હોય છે આવી જ પરિસ્થિતિ કચ્છમાં સર્જાય તે માટે થઈને ત્યાના ખેડૂતોને મોરબીની ચાંચાપર ગામની મુલાકાત કરાવેલ છે અને તેની સાથે કચ્છનું રણ સરોવર જે મીઠા પાણી માટે તેને બનાવવા માટેનો તેમનો વિચાર છે અને તેના માટે તેઓએ કેન્દ્ર સરકાર સુધી જે પોતાની વાતને રજૂ કરેલી છે અને તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના પદાધિકારીઓએ દ્વારા જે અંગત રસ દાખવ્યો છે તેને પણ કઈ રીતે સાકાર કરી શકાય અને ખેડૂતોને આ રણસરોવર આકાર લેશે તો કઈ પ્રકારે ફાયદો થશે તેની માહિતી જયસુખભાઇ દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી

મોરબી એ માત્ર ઔદ્યોગિક રીતે વિકાસ કર્યો છે એવું નથી પરંતુ જળક્રાંતિમાં પણ મોરબી એ સમગ્ર ભારત દેશની અંદર ડંકો વગાડ્યો છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે મોરબી તાલુકાના ચાંચાપર ગામે જળના સંગ્રહ માટે થઈને ચેકડેમ, કુવા રિચાર્જ અને તળાવ સહિતની જે કામગીરી કરવામાં આવી છે તેની જે તે સમયે સમગ્ર ભારતમાં નોંધ લેવામાં આવી હતી અને હાલમાં આ ગામ આજની તારીખે જે રીતે પાણી માટે થઈને આત્મનિર્ભર બન્યું છે આવી જ રીતે કચ્છ જિલ્લાની અંદર આવેલા જુદા જુદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પણ પાણી માટે આત્મનિર્ભર બને તેવા હેતુ સાથે ત્યાના ખેડૂતોને વિઝિટ કરાવવામાં આવી હતી અને કચ્છના ખેડૂતોએ પોતાના વિસ્તારની અંદર આગામી ચોમાસા પહેલા આ રીતે ચેકડેમ બનાવવા માટે અને કુવા રિચાર્જ કરવા માટેનો સંકલ્પ પણ કર્યો હતો




Latest News