મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત


SHARE







મોરબીના પંચાસર રોડ ઉપર ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર ભારતપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અકળ કારણોસર તેના ઘેર ગત મોડી રાતના ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હોવાનું હાલ જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરા વિસ્તારમાં રહેતા મોહસીન યુનુસભાઇ સુમરા નામના ૨૦ વર્ષીય યુવાને ગત મોડી રાત્રિના અઢી વાગ્યાના અરસામાં તેના ઘેર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો. ત્યાંથી પોલીસને જાણ થતાં હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ ચાવડાએ બનાવ અંગે નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારાના રહેવાથી અનિરુદ્ધભાઈ પ્રદ્યુમનભાઈ નિમાવત નામનો ૩૫ વર્ષીય યુવાન મીતાણાથી વાકાનેર તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેની ગાડી પલ્ટી મારી જતા ઈજાગ્રસ્ત અનિરુદ્ધભાઈ પ્રદ્યુમનભાઈ નિમાવતને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જયારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ પાનેલી રોડ ઉપરના કેડા સિરામિક નજીક રહીને મજૂરી કામ કરતો દિલીપ નાયક નામનો ૩૧ વર્ષીય યુવાન પાનેલી તરફથી મોરબી બાજુ આવવા નીકળ્યો હતો ત્યારે પાનેલી ચોકડી પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત દિલીપ નાયકને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News