મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : નરેશભાઇ પટેલે સક્રિય રાજકારણમાં ઝંપલાવવું જોઈએ, પી.પી.જોષી


SHARE







મોરબી : નરેશભાઇ પટેલે સક્રિય રાજકારણમાં ઝંપલાવવું જોઈએ, પી.પી.જોષી

મોરબીના પી.પી.જોશી દ્વારા ખોડલધામમા પ્રણેતા નરેશભાઇ પટેલને પત્ર લખીને જણાવવામાં આવેલ છે કે આપે સક્રિય રાજકારણમાં પ્રવેશવુ જોઈએ અને લોકોના પ્રશ્નોને વાચા આપવી જોઈએ.

મોરબીના પી.પી.જોષીએ ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલને પત્ર લખીને જણાવ્યું છેકે આપે હવે સક્રિય રાજકારણમાં આવવું જોઇએ અને સમય સંજોગો જોતાં હાલના રાજકારણમાં આપના જેવા ઉમદા લોકોની તાતી જરૂર છે કોઈપણ પક્ષ જે આપને પસંદ હોય તેમાં જોડાઇને સર્વે સમાજના હિતમાં આપે રાજકારણમાં આવવું જોઈએ તેવું સમાજનો મોટો વર્ગ પણ ઈચ્છી રહ્યો છે.કારણ કે આપના જેવા ઈમાનદાર અને કૃતજ્ઞ વ્યક્તિઓ જો રાજકારણમાં પ્રવેશે તો ગુજરાત અને દેશનું ચોકકસ કંઈક સારું થઈ શકે તેમ છે માટે ગુજરાતની કરોડની વસ્તીની પણ આવી જ કોઈ અપેક્ષા હશે જેથી કરીને વહેલી તકે આપે સક્રિય રાજકારણમાં જોડાવું જોઈએ. કારણ કે તમામ જ્ઞાતિને સાથે લઈને ચાલવાની વૃતી અને દરેક કામમાં નાત-જાત જોયા વગર કામ કરવાની શૈલીથી આપ લોકોમાં પરિચિત જ છો.દરેક ગુજરાતી પણ આ જ ઇચ્છતા હશે કે આગામી ૨૦૨૨ ની ચૂંટણી પહેલા નરેશભાઇએ સક્રીય રાજકારણમાં પ્રવેશવું જોઈએ.ગુજરાતના દરેક ગામમાંથી નરેશભાઇને ચોક્કસ પૂરતો સાથ અને સહકાર મળે તેમ છે માટે વિના વિલંબે આગામી ચૂંટણી પહેલાં સક્રિય બનીને આપને મનગમતા પક્ષ સાથે જોડાઈને લોકોને આપની અમૂલ્ય સેવાઓનો લાભ મળે અને ગુજરાતના લોકોનું કંઇક ભલુ થાય એ માટે આપે સક્રિય રાજકારણમાં જોડાવવું જોઇએ તેવી પી.પી.જોષીએ લેખિતમાં ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલને રજૂઆત કરેલ છે.






Latest News