વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ગળેફાસો ખાઇ જતા યુવાન સારવારમાં


SHARE







મોરબીના બગથળા ગામે ગળેફાસો ખાઇ જતા યુવાન સારવારમાં

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા યુવાને ગઇકાલના ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના બગથળા ગામે રહેતા પ્રકાશભાઈ શિવલાલભાઈ મેવા નામના ૪૩ વર્ષીય યુવાને તેના ઘેર ગળેટૂંપો ખાતા તેમના પુત્ર રાજન પ્રવીણભાઈ મેવા દ્વારા તેઓને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ સત્તાવાળાઓએ સારવાર ચાલુ કરીને બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરતાં હાલ તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડિયા દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે. તેમજ મોરબીના માધાપર શેરી નંબર-૨ વિસ્તારમાં રહેતા કાળુભાઈ કરશનભાઈ વિકાણી નામના પચાસ વર્ષીય આધેળ સામેકાંઠે જુની કુબેર ટોકિસ નજીકથી જતા હતા ત્યાં અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત કાળુભાઈ વિકાણીને પણ સારવારમાં ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતો હેમંત જગુભાઈ રાઠોડ નામના ૩૦ વર્ષીય યુવાન મોટરસાઇકલ લઇને  સીમ વિસ્તારમાંથી જતો હતો ત્યારે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા ઇજાગ્રસ્ત હેમંતભાઈ રાઠોડને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે માળીયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા ઉકાભાઇ છગનભાઈ ખીમાણી નામના ૬૦ વર્ષીય વૃદ્ધ સાયકલમાંથી પડી જતાં તેઓને ઇજાઓ થતાં સારવારમાં આયુષમાં લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો રાહુલ ભુપતભાઈ ગળધરીયા નામનો ૨૬ વર્ષીય યુવાન કારખાનેથી પરત ઘરે જતો હતો ત્યારે શનાળા રોડ ઉપર તે ગાડીમાંથી નિચે પડી જતા ઇજાગ્રસ્ત રાહુલભાઇને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા પાયલબેન મહેશભાઈ સોઢા નામની ૨૪ વર્ષીય યુવતી વાવડી ગામ પાસે દશામાઁના મંદિર નજીક બાઇક ઉપરથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત પાયલબેનને સારવારમાં અત્રેની મધુરમ હોસ્પિટલે ખસેડાયા હતા.




Latest News