મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના કેરાળી ગામે વીજ ચેકિંગમાં ગયેલા અધિકારી-કર્મચારીએ વીજ ચોરી પકડાતાં ઘરધણી સહિત ચારે માર માર્યો !


SHARE







મોરબીના કેરાળી ગામે વીજ ચેકિંગમાં ગયેલા અધિકારી-કર્મચારીએ વીજ ચોરી પકડાતાં ઘરધણી સહિત ચારે માર માર્યો !

મોરબી તાલુકાના કેરાળી ગામે વીજ ચેકિંગ કરવા માટે વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓની ટીમ પહોંચી હતી ત્યારે એક મકાનમાં મીટર ડાયરેક્ટ ચાલતું હતું જેથી કરીને અધિકારીએ તે મીટર ઉતારી લીધું હતું જેથી ઘરધણી અને તેના દીકરો તેમજ અન્ય બે વ્યક્તિઓએ તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ અધિકારી અને કર્મચારીને લાકડી વડે તેમજ લાફા મારીને માર માર્યો હતો જેથી કરીને અધિકારીએ હાલમાં ફરિયાદ નોંધાવતાં મોરબી તાલુકા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ધ્રોલના ગાંધી ચોક પાસે આવેલ રોયલ ગ્રીન સોસાયટીમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા અધિકારી જીતેન્દ્રભાઈ અશોકભાઈ રાજા જાતે સુધી લુહાણા (ઉંમર ૨૮)હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સવજીભાઈ અરજણભાઈ, સવજીભાઈ અરજણભાઈનો દીકરો, અમુભાઈ હુંબલ તેમજ એક અજાણ્યા શખ્સ સામે તેની ફરજમાં રૂકાવટ કરીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તા, ૨૮/૧ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તેઓ પોતાની ટીમ સાથે કેરાળી ગામે વીજ ચેકિંગ માટે પહોંચ્યા હતા અને ત્યારે આરોપી સવજીભાઈ અરજણભાઈના ઘરે મીટર ડાયરેક્ટ ચાલુ હોવાથી તેઓના ઘરેથી મીટરને ઉતારી લેવામાં આવ્યું હતું જેથી સવજીભાઇ અરજણભાઈ, તેના દીકરા અને અમુભાઈ હુંબલે તેને ગાળો આપી હતી ત્યારબાદ જ્યારે ફરિયાદી જીતેન્દ્રભાઈ પોતાની ગાડી તરફ જતા હતા ત્યારે પાછળથી એક અજાણ્યા શખ્સે આવીને તેને લાકડીથી માર માર્યો હતો અને બાદમાં સવજીભાઈ અરજણભાઈએ ફરિયાદી પોતાની ગાડીમાં બેઠા હતા ત્યાંથી કોલર પકડીને નીચે ઉતારીને સવજીભાઈ, તેના દિકરા અને અમુભાઈતેઓને બે થી ત્રણ લાફા ઝીકયા હતા તેમજ તેની સાથે રહેલા વીજ કંપનીના કર્મચારી સુરજભાઈ ગોવિંદભાઈ મરડીયા (૨૭)ને પણ માર મારીને મુંઢ ઈજાઓ કરી હતી આમ તેઓની કાયદેસરની ફરજમાં ચારેય શખ્સોએ રૂકાવટ કરી હતી જેથી ભોગ બનેલા વીજ કંપનીના અધિકારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૩૨, ૧૮૬, ૫૦૪, ૧૧૪ અને જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News