મોરબીમાં રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ભગવતી પાર્કમાં મકાનમાંથી રોકડ, બે મોબાઇલ અને દાગીનાની ચોરી


SHARE







































મોરબીના વાવડી રોડે ભગવતી પાર્કમાં મકાનમાંથી રોકડ, બે મોબાઇલ અને દાગીનાની ચોરી

મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ભગવતી પાર્કમાં રહેતા યુવાનના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરની અંદર ધામા નાખીને રોકડા રૂપિયા, બે મોબાઇલ ફોન અને સોના-ચાંદીના દાગીના મળીને ૪૩,૪૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં નોંધાવેલ ચોરીની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર ભગવતી પાર્કમાં આરડીસી બેંકની સામેની શેરીમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતાં કુણાલભાઈ કિશોરભાઈ રાવલ (ઉંમર ૩૩)એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તા. ૨૭/૧ ના રોજ વહેલી સવારના ચાર વાગ્યાથી લઈને ૨૮/૧ માં રાત્રિના અઢી વાગ્યા સુધીમાં તસ્કરોએ તેના મકાનને નિશાન બનાવ્યું હતું અને તેના ઘરના દરવાજાનું તાળું તોડીને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૨૦,૦૦૦, કાનની બુટી સોનાની જોડી એક, કાનની શેર જોડી એક, નાકના ચાર સોનાના દાણા, એક નાના છોકરાનો સોનાનો ઓમ, ચાદીની કડલી એક જોડી, ચાદીના સાકળા બે જોડી અને એમ.આઇ તેમજ સેમંસગ કંપનીના એકએક મોબાઈલ ફોન આમ કુલ મળીને સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા તેમજ બે મોબાઇલ મળીને ૪૩, ૪૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે જેથી ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે














Latest News