વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના કેરાળી ગામે વીજ ચેકિંગમાં ગયેલા અધિકારી-કર્મચારીએ વીજ ચોરી પકડાતાં ઘરધણી સહિત ચારે માર માર્યો !


SHARE







મોરબીના કેરાળી ગામે વીજ ચેકિંગમાં ગયેલા અધિકારી-કર્મચારીએ વીજ ચોરી પકડાતાં ઘરધણી સહિત ચારે માર માર્યો !

મોરબી તાલુકાના કેરાળી ગામે વીજ ચેકિંગ કરવા માટે વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓની ટીમ પહોંચી હતી ત્યારે એક મકાનમાં મીટર ડાયરેક્ટ ચાલતું હતું જેથી કરીને અધિકારીએ તે મીટર ઉતારી લીધું હતું જેથી ઘરધણી અને તેના દીકરો તેમજ અન્ય બે વ્યક્તિઓએ તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ અધિકારી અને કર્મચારીને લાકડી વડે તેમજ લાફા મારીને માર માર્યો હતો જેથી કરીને અધિકારીએ હાલમાં ફરિયાદ નોંધાવતાં મોરબી તાલુકા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ધ્રોલના ગાંધી ચોક પાસે આવેલ રોયલ ગ્રીન સોસાયટીમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા અધિકારી જીતેન્દ્રભાઈ અશોકભાઈ રાજા જાતે સુધી લુહાણા (ઉંમર ૨૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સવજીભાઈ અરજણભાઈ, સવજીભાઈ અરજણભાઈનો દીકરો, અમુભાઈ હુંબલ તેમજ એક અજાણ્યા શખ્સ સામે તેની ફરજમાં રૂકાવટ કરીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તા, ૨૮/૧ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તેઓ પોતાની ટીમ સાથે કેરાળી ગામે વીજ ચેકિંગ માટે પહોંચ્યા હતા અને ત્યારે આરોપી સવજીભાઈ અરજણભાઈના ઘરે મીટર ડાયરેક્ટ ચાલુ હોવાથી તેઓના ઘરેથી મીટરને ઉતારી લેવામાં આવ્યું હતું જેથી સવજીભાઇ અરજણભાઈ, તેના દીકરા અને અમુભાઈ હુંબલે તેને ગાળો આપી હતી ત્યારબાદ જ્યારે ફરિયાદી જીતેન્દ્રભાઈ પોતાની ગાડી તરફ જતા હતા ત્યારે પાછળથી એક અજાણ્યા શખ્સે આવીને તેને લાકડીથી માર માર્યો હતો અને બાદમાં સવજીભાઈ અરજણભાઈએ ફરિયાદી પોતાની ગાડીમાં બેઠા હતા ત્યાંથી કોલર પકડીને નીચે ઉતારીને સવજીભાઈ, તેના દિકરા અને અમુભાઈએ તેઓને બે થી ત્રણ લાફા ઝીકયા હતા તેમજ તેની સાથે રહેલા વીજ કંપનીના કર્મચારી સુરજભાઈ ગોવિંદભાઈ મરડીયા (૨૭)ને પણ માર મારીને મુંઢ ઈજાઓ કરી હતી આમ તેઓની કાયદેસરની ફરજમાં ચારેય શખ્સોએ રૂકાવટ કરી હતી જેથી ભોગ બનેલા વીજ કંપનીના અધિકારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૩૩૨, ૧૮૬, ૫૦૪, ૧૧૪ અને જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઑને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News