મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના મેસરીયા ગામે માનસિક અસ્થિર યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના મેસરીયા ગામે માનસિક અસ્થિર યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
 
મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મેસરીયા ગામે બે દિવસ પહેલાં માનસિક અસ્થિર યુવતીએ કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજયું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
 
વાંકાનેર તાલુકા પોલીસ મથકના ડી.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા મળતી વિગતો મુજબ તાલુકાના મેસરીયા ગામે રહેતી લીલીબેન ગોરધનભાઈ સાકરીયા નામની ૧૮ વર્ષીય યુવતીએ ગત તા.૨૯-૧ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને સારવાર માટે કુવાડવા ખાતેની શ્રીજી હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન ગઈકાલ તા.૩૦-૧ ના સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં લીલીબેન સાકરીયાનું મોત નિપજયુ હતુ.હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ થતાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના ડી.એ.જાડેજાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે મૃતક લીલીબેન માનસિક અસ્થિર હોય અને તેને લઈને તેઓ ઉપરોકત પગલું ભરી લેતાં તેણીનું મોત નિપજ્યું હતું.
 
જુગારી પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં તીનપતી રમતા ધીરૂભાઈ જીવરાજભાઈ ઉષીણા કોળી, રમણીકભાઈ દેવશીભાઇ ઇંદરીયા કોળી, વિજયભાઈ કાળુભાઈ ઝિંઝુવાડીયા કોળી અને મેહુલભાઈ દેવજીભાઈ પરમાર જાતે કોળી જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેઓની પાસેથી પોકડી રૂા.૧૭૦૦ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

સગીરાનું અપહરણ

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદરામ કરવાના ઇરાદે તેણીનું અપહરણ કરવામાં આવ્યું છે.જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શૈલેષ ઉર્ફે હસમુખ ઉર્ફે હસુ રમેશભાઈ અંબાસણીયા જાતે કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે જેની તપાસ સીપીઆઇ બી.પી.સોનારાને સોંપવામાં આવતા તેઓએ આરોપીને પકડવા માટે અને ભોગ બનેલી સગીરને શોધી કાઢવા માટે તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.






Latest News