મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે રીઢો ચોર ઝડપાયો


SHARE







મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી ચોરાઉ બાઇક સાથે રીઢો ચોર ઝડપાયો

 મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી બાઈકની ચોરીઑ કરવામાં આવી રહી હતી જેથી બાઇક ચોરને પકડવા માટે પોલીસ તજવીજ કરી રહી હતી ત્યારે રીઢા મોટરસાયકલ ચોરને મોરબીમાંથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે મોરબી સીટી બી ડીવિઝન પોલીસે ઝડપી લીધો હતો અને તેને ૧૨ ચોરી કરી હતી.

મોરબી સીટી બી ડીવીઝનનો સ્ટાફ ત્રાજપર ચોકડી પાસે શંકાસ્પદ ઇસમો તેમજ નંબર પ્લેટ વગરના મોટરસાયકલો બાબતે વાહન ચેકીંગમાં હતો ત્યારે નંબર પ્લેટ વગરના બાઇક સાથે એક શખ્સ આવતા રોકાવતા તે અગાઉ બાઇક ચોરીઓના ગુન્હામાં પકડાયેલ હાજી માણેક હતો જેથી હાજીભાઇ અકબરભાઇ માણેક જાતે મીયાણા (ઉ. ૨૬) રહે. સોઓરડી રામદેવપીરના મંદિર પાસે સામાકાંઠે મોરબી -૨ વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસે કાળા કલરના હિરો કંપનીના એચ.એફ.ડિલકસ મોટર સાયકલના કાગળો માંગતા હતા અને એન્જીન ચેસીસ નંબર પોકેટકોપ દ્વારા સર્ચ કરતા તે મોટર સાયકલના નંબર જીજે 36 એબી 0762 હોવાનું સામે આવ્યું હતું અને તેના માલિક સોહનસિંગ રામસીંગ ચડાના રહે. ઢુવા ધ ગ્રાન્ડ ઇમ્પીરીયલ તાલુકો વાંકાનેર વાળા હતા જેથી આ બાઇક તેને ચોરી કર્યું હોવાની પોલીસને કબૂલાત આપી હતી જેથી પોલીસે ૨૦,૦૦૦ ના બાઇકની સાથે તેની ધરપકડ કરેલ છે અને આ આરોપીએ આગાઉ મોરબી સીટી- એ ડીવી વિસ્તારમાં , મોરબી તાલુકાની હદમાં , સુરેન્દ્રનગર સીટીમાંથી ૧, વાંકાનેર તાલુકામાંથી ૨, ગાંધીધામમાંથી ૧, રાજકોટમાંથી ૧  અને મોરબી સીટી બી ડીવીઝનની હદમાંથી ૧ ચોરી કરેલ છે.






Latest News