મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

સરનામુ પુછવા ટ્રક થોભાવ્યો અને મોરબીની રવિરાજ ચોકડીએ ટ્રકની પાછળ બાઈક અથડાતાં બે યુવાનના મોત મુદે બેદરકાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE







સરનામુ પુછવા ટ્રક થોભાવ્યો અને મોરબીની રવિરાજ ચોકડીએ ટ્રકની પાછળ બાઈક અથડાતાં બે યુવાનના મોત મુદે બેદરકાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ રવિરાજ ચોકડી નજીક ટ્રકની પાછળના ભાગમાં બાઈક અથડાયું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જે બનાવમાં હાલમાં ટ્રક ચાલકની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરેલ છે.

મોરબીના માળીયા હાઈવે ઉપર રવિરાજ ચોકડી નજીક ગત તા.૨૫-૧ ના રોડની સાઇડમાં બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં ડબલ સવારી બાઈક ધડાકાભેર અથડાયું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા બે લોકોની મોત નિપજયા હતા. તે અંગે મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં મોટી વાવડી ગામે રહેતા નાનાલાલ તેરસીંગ દાવર જાતે આદિવાસી (ઉ.૩૫) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૧ સિટી ૫૫૯૬ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, તેમના સબંધીનું બાઇક લઈને શીવારામભાઈ સુરૂભાનભાઇ પટેલ (ઉંમર ૩૫) રહે.બાડવાની મધ્યપ્રદેશ અને લાલસિંગ ફાટીયાભાઈ સૂરયા (ઉમર ૫૦) રવિરાજ ચોકડી પાસેથી જતાં હતા ત્યારે તેમનું બાઇક ટ્રકમાં પાછળ અથડાયું હતું જેથી તે બંનેના મોત થયા હતા. ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ અજમેરીએ ગજેન્દ્રપ્રસાદ કેશવપ્રસાદ યાદવ જાતે આહીર (૩૨) ધંધો ડ્રાઇવિંગ હાલ રહે નારી ચોકડી પાસે રાજ રોડ લાઈનની ઓફિસમાં ભાવનગર મૂળ વતન કથોરીયા ડાટોખુર્દ કાકમ્સાડી હજારીબાગ ઝારખંડ વાળાની ધરપકડ કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ ટ્રક ચાલકે તેનો ટ્રક સરનામુ પુછવા ઊભો રાખ્યો હતો ત્યાં કોઈ સાઇન બોર્ડ કે વાહનની સાઇડ લાઇટ ચાલુ રાખી ન હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો.

દારૂ સાથે પકડાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ નજીકથી નીકળેલા વિવેક કિશોર ધોળકિયા જાતે કોઈ (ઉમર ૧૯) રહે.સોઓરડી વરીયાનગર મોરબી-૨ વાળાને અટકાવીને તેની ઝડતી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની ૨૪ બોટલ મળી આવી હતી જેથી રૂા.૭૨૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે વિવેક કિશોર ધોળકિયા નામના ૧૯ વર્ષીય કોળી શખ્સની ધરપકડ કરીને તેણે દારૂનો આ જથ્થો કોની પાસેથી મેળવ્યો છે..? તે દિશામાં પીએસઆઇ એલ.એન.વાઢીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા નશીમબેન ગુલામભાઈ અજમેરી નામની ૪૦ વર્ષીય મહિલાને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજા થવાથી તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા રાજુભાઇ ગુલાબભાઈ રાઠોડ નામના ૩૩ વર્ષીય બાવાજી યુવાને કોઈ અકળ કારણોસર ફિનાઇલ પી લેતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.






Latest News