મોરબી નાગરિક સહકારી બેંકમાં ૧.૨૯ કરોડથી વધુનું ફ્રોડ !: માહિતી માંગવામાં આવતા ખળભળાટ
કિશન ભરવાડના હત્યારાને ફાંસી આપો : મોરબી, વાંકાનેર અને ટંકારા હિન્દુ સમાજની માંગ
SHARE









કિશન ભરવાડના હત્યારાને ફાંસી આપો : મોરબી, વાંકાનેર અને ટંકારા હિન્દુ સમાજની માંગ
અમદાવાદ જિલ્લાના ધંધુકામા કિશન ભરવાડની હત્યા કરવામાં આવી તે મુદ્દે મોરબી, વાંકાનેર અને ટંકારા શહેરની અંદર સર્વ હિંદુ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી અને આવેદનપત્ર પાઠવીને કિશનભાઇની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા કરવાની માંગ કરેલ છે તેમજ મૌલવીઓ સહિતના જે કોઈ આ હત્યાકાંડમાં સંડોવાયેલા હોય તેની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં રહેતા કિશનભાઇ ભરવાડની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી એને આ હત્યા કેસની અંદર આરોપીઓની ધરપકડ પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે જો કે આરોપીઓને તાત્કાલિક આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર ગુજરાતની અંદર ગામે ગામ રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાની અંદર મોરબી શહેરમાં વિહિપ, બજરંગ દળ, એકતા એક લક્ષ, કરણી સેના, મહાકાલ ગ્રુપ, દલવાડી કનૈયા ગૃપ, રાજપૂત સમાજ અને માલધારી સમાજ સહિતના હિન્દુ સંગઠનો તો વાંકાનેર શહેરમાં વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી તેમજ સંતો મહંતોની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી અને ટંકારામાં પણ સર્વ હિંદુ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે ખાસ કરીને સર્વ હિંદુ સમાજ દ્વારા કિશનભાઇની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેની સાથોસાથ તેઓએ હત્યાકાંડની અંદર સંડોવાયેલા દિલ્હીના મૌલવી સહિતના તમામ આરોપીઓ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
