મોરબી જલારામ મંદિર ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબીમાં બિલિયા ગામે મંદિર-ઓદ્યોગીક એકમોમાં તસ્કરોના ધામા ! : પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ
SHARE









મોરબીમાં બિલિયા ગામે મંદિર-ઓદ્યોગીક એકમોમાં તસ્કરોના ધામા ! : પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ
મોરબી તાલુકા જુદાજુદા વિસ્તારોમાં પોલીસ નહીં પરંતુ તસ્કરો નાઈટ પેટ્રોલીંગ કરતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને બિલિયા ગામે આવેલ મંદિર તેમજ અન્ય ઓદ્યોગીક એકમોમાંથી નાના મોટી ચોરીઓ કરવામાં આવેલ છે અને બીલેશ્વર મહાદેવ મંદિર સહિત જુદીજુદી જગ્યાએથી એક્દ લાખની કિંમતના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી બિલિયાના સરપંચે મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરેલ છે અને નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ કરેલ છે.
મોરબીના બીલીયા ગામના સરપંચ કાંતિલાલ પેથાપરાએ હાલમાં મોરબી તાલુકા પોલીસમાં લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યું છે કે બીલિયા-બગથળા રોડ પર એક નહીં પરંતુ પાંચેક કંપનીમાં ચોરીનો પ્રયાસ થયો છે જેની પોલીસને પણ જાણ કરવામાં આવી હતી તેમજ બીલીયા પાસે આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરમાં પણ ચોરી કરવામાં આવી છે અને મંદિરમાંથી શિવજીના લિંગ પરનું ચાંદીનું છતર, ચાંદીના નાગદેવતા, ચાંદીનું લિંગ ઉપરનું મહોર વગેરે કુલ મળીને એકદા લાખના મુદામાલની ચોરી કરવામાં આવી છે અને લગભગ 45 હજારની કિંમતનું ચાંદીનું મહોરું ખેતરમાં મૂકીને તસ્કરો નાશી ગયા છે આમ ચોરીના બનાવો વધી રહ્યા છે માટે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેના માટેની તેઓએ માંગ કરેલ છે
