મોરબીમાં બિલિયા ગામે મંદિર-ઓદ્યોગીક એકમોમાં તસ્કરોના ધામા ! : પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ
મોરબીના પેપર મિલ ઉદ્યોગની લિગ્નાઈટએ કમર તોડી નાખી !: કચ્છના કોલસને અનામત રાખવાની માંગ
SHARE









મોરબીના પેપર મિલ ઉદ્યોગની લિગ્નાઈટએ કમર તોડી નાખી !: કચ્છના કોલસને અનામત રાખવાની માંગ
મોરબીની આસપાસમાં ઘણી પેપર મિલો આવેલ છે જેમાં લિગ્નાઈટ કોલસાનો ઉપયોગ કરીને પેપરનું ઉત્પાદન કરવામાં આવે છે અને અને આજની તારીખે કચ્છના કોલસામા ૭૨ ટકા અને ઉમરસરના કોલસામા ૬૦ ટકા જેટલો વધારો થઈ ગયો છે તેમ છતાં પણ અહીના ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમા લિગ્નાઈટ કોલસો ઘણા મહિનાથી તેના ક્વોટા મુજબ આપવામાં આવતો નથી જેથી ઉદ્યોગ ચલાવવો મુશ્કેલ બની ગયો છે ત્યારે મોરબી પેપર મિલ એસો.ના હોદેદારો રાજ્યના પંચાયત વિભાગના મંત્રીને આ મુદે રજૂઆત કરવા માટે ગયા હતા અને કચ્છના કોલસને સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે અનામત રાખવાની માંગ કરવામાં આવી છે.
મોરબીનો પેપર મિલ ઉદ્યોગ છેલ્લા લગભગ પાંચ મહિનાથી મુશ્કેલીનો સામનો કરી રહયો છે તો પણ પૂરતા પ્રમાણમા આ ઉદ્યોગને કોલસો મળે તેના માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે હકકીત છે ત્યારે મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા, સુનિલભાઈ પટેલ, વિશાલભાઈ મારવાણિયા, ભાવિકભાઈ ભટ્ટ, ભાવેશભાઈ આદ્રોજા અને બાલદેવભાઇ નાયકપરા સહિતના હોદેદારો રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાને આ મુદે રજૂઆત કરવા માટે ગયા હતા અને તેઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, છેલ્લા મહિનાઓથી નિયમિત રીતે કોલસો ક્વોટા મુજબ જીએમડિસિમાંથી આપવામાં આવતો નથી અને બહારથી કોલસો લઈને આ ઉદ્યોગ ચલાવવો શક્ય નથી
મોરબી પેપર મિલ એસો.ના હોદેદારોએ મંત્રીને જણાવ્યુ હતું કે, મોરબી આસપાસમાં ૪૨ જેટલી પેપર મિલો આવેલી છે જેમાં દૈનિક ભારતમાં વાપરત પેપરની ૩૫ ટકા કરતાં વધુ એટ્લે કે ૮૦૦૦ ટન પેપરનું ઉત્પાદન કરવામાં આવે છે અને અહીથી ચાઈના સહિત વિદેશમાં અને દેશના જુદાજુદા રાજ્યોમાં તૈયાર પેપર મોકલાવવામાં આવે છે જો કે, આંતરરાષ્ટ્રીય હરીફાઇમાં ટકીને પણ આ ઉદ્યોગ વિદેશી હૂંડિયામણ કમાઈ આપવા માટે સક્ષમ છે અને સીધી કે આડકતરી રીતે લાખો લોકોને આ ઉદ્યોગથી રોજી રોટી મળે છે. તેમ છતાં પણ ૧/૯/૨૦૨૧ થી ૧/૨/૨૦૨૨ સુધી આ ઉદ્યોગને ચલાવવા માટે જીએમડિસિમાંથી ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમા કોલસો આપવામાં આવેલ નથી જેની સિધ્ધી અસર માલના ઉત્પાદન ઉપર થાય છે અને માલની ગુણવતા ઘટવાના લીધે મોરબીના ઉદ્યોગકારોનું એક્સ્પોર્ટ ઘટવા લાગ્યું છે અને જો પેપર મિલ ચલાવવા માટે સરકારી કવોટા મુજબનો લિગ્નાઈટ આપવામાં નહીં આવે તો કારખાના બંધ કરવા પડે તેવી પરિસ્થિતી ઊભી થઈ શકે છે.
વધુમાં ઉદ્યોગકારોએ જણાવ્યુ છે કે, જે રીતે તડકેશવર અને રાજપરડીની માઇનસ દક્ષિણ ગુજરાત માટે અનામત છે તેવી જ રીતે કચ્છમાંથી જે લિગ્નાઈટ કોલસો મળે છે તે માઇનસને સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત માટે અનામત રાખવામા આવે તે જરૂરી છે અને આજની તારીખે કચ્છના કોલસામા ૭૨ ટકા અને ઉમરસરના કોલસામા ૬૦ ટકા જેટલો ભાવમાં વધારો થઈ ગયો છે તેમ છતાં પણ અહીના ઉદ્યોગકારોને પૂરતા પ્રમાણમા કોલસો ઘણા મહિનાથી આપવામાં આવેલ નથી અને અગાઉ છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ મુજબ નક્કી કરીને કવોટા આપવાની વાત કરવામાં આવી હતી જો કે, તેની આજ સુધીમાં અમલવારી કરવામાં આવી નથી.
અગાઉ સરકારી કવોટા મુજબનો કોલસો તા ૧/૯/૨૧ ના રોજ ટનના ૨૫૦૫ ના ભાવે આવતો હતો તે આજની તારીખે ૪૩૦૩ રૂપિયા ભાવ કરેલ છે તો પણ પૂરતા પ્રમાણમા આપવામાં આવતો નથી આવી સ્થિતિમાં ઉદ્યોગ કેવી રીતે ચાલાવવો તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે મોરબીના પેપર મિલ ઉદ્યોગની ગાડી છેલ્લા પાંચ મહિનાથી પાટે ચડી રહી નથી ત્યારે સરકારી કવોટા મુજબ લિગ્નાઈટ કોલસો આપવાની હવે રાજ્યના પંચાયત મંત્રીને રજૂઆત કરવામાં આવી છે તેના ફળ સ્વરૂપે અહીના ઉદ્યોગકારોને સરકારી ક્વોટા મુજબનો કોલસો આપવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.
