મોરબી જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની વર્ષગાંઠ ઉજવી
મોરબી એ ડીવીઝન પોલીસે નવ શંકાસ્પદ ઇલેક્ટ્રિક મોટર સાથે એકને દબોચ્યો
SHARE









મોરબી એ ડીવીઝન પોલીસે નવ શંકાસ્પદ ઇલેક્ટ્રિક મોટર સાથે એકને દબોચ્યો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના રામભાઈ મંઢ સહિતનો પોલીસ સ્ટાફે રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં શહેરના વજેપર મેઇન પોડ ઉપરથી એક શંકાસ્પદ ઓટોરિક્ષા નીકળતા તેને અટકાવીને રીક્ષાની તલાશી લેવામાં આવતા રિક્ષામાંથી લોખંડનો ભંગાર મળી આવ્યો હતો અને રિક્ષામાંથી નવ ઇલેક્ટ્રિક મોટર કે જેની દરેકની કિંમત રૂપિયા બે હજાર એમ કુલ ૧૮ હજારની કિંમતની નવ ઇલેક્ટ્રિક મોટર મળી આવી હતી.જેથી રીક્ષા સવાર પીન્ટુ રમેશ કુંઢીયા જાતે દેવીપુજક (૨૩) રહે.લીલાપર આવાસ યોજના મોરબી વાળાને અટકાવવાને તેની ઉલટ તપાસ કરવા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો હાલ ૧૮ હજારની કિંમતની નવ ઇલેક્ટ્રિક મોટર તથા રૂપિયા ૪૦ હજારની ઓટોરિક્ષા એમ કુલ મળીને ૫૮ હજારની કિંમતના મુદ્દામાલ સાથે શંકાસ્પદ પીન્ટુ દેવીપુજકની હાલમાં અટકાયત કપવામાં આવેલી છે અને તેના વિરુદ્ધ કલમ ૪૧(૧)ડી હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.ઉપરોક્ત મોટરનો જથ્થો ચોરાઉ હોવાની પોલીસને શંકા હોય જિલ્લાના જુદાજુદા પોલીસ મથકોમાં ઉપરોક્ત વર્ણન સાથે જાણ કરવામાં આવી છે અને તેઓના વિસ્તારમાં જો આ પ્રકારની ઇલેક્ટ્રિક મોટરોની કોઇ ચોરી થઈ હોય તો એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરવામાં આવે તેમ જણાવવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
માળિયા-મિંયાણાના હાજીભાઇ આમદભાઈ જેડા નામનો ૩૧ વર્ષીય યુવાન હળવદના જીઆઈડીસી પાસે હતો ત્યાં તેનું બાઇક ટ્રેક્ટર સાથે અથડાતાં ઈજાગ્રસ્ત હાજીભાઈ જેડાને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામના રહેવાસી ધર્મેન્દ્રભાઈ બદ્રીરામ વાઘેલા નામનો ૨૮ વર્ષીય યુવાન શહેરના વાવડી રોડ ઉપરથી બાઈકમાં જતો હતો ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત ધર્મેન્દ્ર વાઘેલાને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.
બાળકી સારવારમાં
હળવદના ખારીવાડી વિસ્તારમાં આવેલા કુંભારપરામાં રહેતા સતીષભાઈ ભરવાડની સાત વર્ષીય દીકરી સંધ્યાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં મોરબીની આયુષ હોસ્પિટલે લાવવામાં આવી હતી.સંધ્યા પોતાના પિતાની સાથે બાઈકમાં જતી હતી ત્યારે ઘર નજીક તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં તેમાં ઇજાઓ થવાથી તેણીને સારવારમાં મોરબી લાવવામાં આવી હતી.
