મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી કરતાં હિન્દુ-મુસ્લિમ યુવાન સામે પોલિસે કરી કાર્યવાહી


SHARE

















વાંકાનેરમાં ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી કરતાં હિન્દુ-મુસ્લિમ યુવાન સામે પોલિસે કરી કાર્યવાહી

વાંકાનેર શહેરના નવાપરાના કોળી સમાજના છોકરા તથા મીલપ્લોટના મુસ્લીમ છોકરા વચ્ચે ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબત સ્થાનિક પોલીસના ધ્યાને આવતા પોલીસે તાત્કાલિક કાર્યાવહી કરી હતી અને હાલમાં મોરબી જીલ્લા સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડીયા સાઈટ ઉપર બાજનજર રાખવામાં આવી રહેલ છે

અમદાવાદ જીલ્લાના ધંધુકા મુકામે હત્યાનો બનાવ બનેલ છે તેના પ્રત્યાઘાત ન પડે તે માટે વાંકાનેરના પીઆઇ એન.એ.વસાવા તથા સ્ટાફના માણસો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ધંધુકાના હત્યાના બનાવ બાબતે અમુક આવારા તત્વો ધ્વારા જાહેરસુલેહ શાંતી તથા શાંતી ડહોળવાનો અને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર ભડકાઉ અને શાંતી ભંગ કરે તેવી પોસ્ટો મુકી હતી અને જાહેરશાંતીને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનુ પોલીસને ધ્યાનમાં આવ્યું હતું

જેથી નવાપરાના કોળી સમાજના છોકરો તથા મીલપ્લોટના મુસ્લીમ છોકરા વચ્ચે ઇન્સ્ટ્રાગ્રામમાં સ્ટેટસ મુકવા બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતે ફરીયાદી તેમજ સામાવાળાને શોધી કાઢી સાચી હકીકત જાણીને સામાવાળા વિરૂધ્ધ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુલેહશાંતી જળવાઈ રહે તે માટે તુરત જ કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ હાલની પરીસ્થતિને ધ્યાનમાં રાખીને મોરબી જીલ્લા સાયબર સેલ તથા મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડીયા સાઈટ ઉપર બાજનજર રાખવામાં આવી રહેલ છે અને જો કોઈ આવી પ્રવૃતિ કરતા માલુમ પડશે તો તેઓના વિરૂધ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે




Latest News