મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની જાણ કરવા પોલીસની અપિલ
મોરબી તાલુકાની હદમાં ૨૦ વર્ષ પહેલા ધાડ-લુંટના પાંચ ગુનાને અંજામ આપનાર બે ની ધરપકડ
SHARE
મોરબી તાલુકાની હદમાં ૨૦ વર્ષ પહેલા ધાડ-લુંટના પાંચ ગુનાને અંજામ આપનાર બે ની ધરપકડ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ધાડા લુંટના અલગ અલગ પાંચ ગુન્હામાં છેલ્લા ૨૦ વર્ષથી આરોપી નાસતા ફરતા હતા તે બે આરોપીઓને પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ઝડપી પડ્યા છે
મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ પીએસઆઈ એનબી.ડાભીએ સરાફ કામ કરી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતી અને પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી તાલુકા પોલીસની હદમાં વર્ષ ૨૦૦૨ માં બે વર્ષ ૨૦૦૪ માં બે અને વર્ષ ૨૦૦૫ માં એક આઇ.પી.સી. કલમ ૩૯૫, ૩૯૭ તથા બી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ધાડા લુંટની પાંચ ફરિયાદો નોંધાઈ હતી જેમાં નાસતા ફરતા આરોપી તુનસીંગ ઉર્ફે તનુ સીંગ ઉર્ફે મનુ સુકીયાભાઇ સિંગોડીયા જાતે આદીવાસી (ઉ.૪૨) અને અબલસીંગ ઉર્ફે અબસીંગ ઉર્ફે જલુ સુકીયાભાઇ સિંગોડીયા જાતે આદીવાશી (ઉ.૩૯) રહે. બન્ને નેગડીયા ગામ તલયફળીયા જિલ્લો જાંબુઆ (એમ.પી.) વાળા પાટણ જીલ્લાના સિધ્ધપુર રેલ્વે સ્ટેશનથી પકડી પાડી હસ્તગત કરેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે આ કામગીરી પીએસઆઈ એન.બી.ડાભી, પોલાભાઇ ખાંભરા, વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલ, બ્રિજેશભાઇ કાસુન્દ્રા અને સતિષભાઇ કાંજીયાએ કરેલ છે