વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ૨૧૬ બોટલ દારૂ ભરેલી ઇકો સાથે એક ઝડપાયો, એક આરોપી ફરાર
વાંકાનેરના પ્રસિધ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો
SHARE









વાંકાનેરના પ્રસિધ્ધ જડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો
વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ જડેશ્વર ગૌશાળામાં લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ લઘુરુદ્ર યજ્ઞ સર્વજન સુખાય સર્વજન હિતાય માટે કરવામાં આવ્યો હતો અને તેમાં મંદિરના મહંત રતિલાલ મહારાજ દ્વારા પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતું અને આચાર્ય મનોજભાઈ જોશી, મુકેશભાઈ મહેતા, દીપકભાઈ પંડ્યા, અનિલભાઈ પંડ્યા, મયુરભાઈ, નીતિનભાઈ, ઉદયભાઈ, ધર્મેન્દ્રભાઈ, મધુભાઈ વિગેરેએ યજ્ઞ અને પૂજન વિધિ કરાવેલ હતી આ સંપૂર્ણ આયોજન લઘુ મહંત જીતેન્દ્ર પ્રકાશજીએ કર્યું હતું
