મોરબી જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વે વિશિષ્ટ કામગીર કરનાર નાગરિકો, ટ્રસ્ટ અને સંસ્થાઓનું કરાશે વિશેષ સન્માન વાંકાનેરમાં કાલે મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધાની જાહેરાત હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી !
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૨૧.૬૧ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રીજ બનશે: બ્રિજેશ મેરજા


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૨૧.૬૧ કરોડના ખર્ચે ફલાય ઓવર બ્રીજ બનશે: બ્રિજેશ મેરજા

 મોરબી વિસ્તારના વારંવારના પ્રવાસ દરમ્યાન સ્થાનિક શહેરીજનો અને પદાધિકારીઓ તેમજ લોક પ્રતિનિધિઓ દ્વારા લાગણી સહ કરવામાં આવતી રજુઆત મુજબ મોરબી શહેરના હાર્દસમા મહેન્દ્રનગર ચોકડી પર ફલાય ઓવર બ્રીજ બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને ૧૯,૩૭,૪૬,૧૮૨ ના ખર્ચે ફલાય ઓવર બ્રીજ મંજુર થયેલ છે તેના વધુ મજબુતીકરણ સાથે સારી કામગીરી થઇ શકે તે માટે વધારાના અંદાજે ૨,૨૩,૫૭,૬૩૯ મંજુર કરાવીને હવે કુલ ૨૧,૬૧,૦૩,૮૨૨ ના ખર્ચે આ ફલાય ઓવર બ્રીજની સત્વરે કામગીરી હાથ ધરાશે

મોરબી-માળીયા (મી) ના ધારાસભ્ય અને રાજયના પંચાયતશ્રમકૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો)ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે અનેકવાર સમયાંતરે મિટિંગો કરીને તથા અવારનવાર ટેલિફોનિક ફલોઅપ લઇને આ ફલાય ઓવર બ્રીજનું કામ મંજુર કરાવેલ છે. એટલુ જ નહિ પણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાવીને વહેલામાં વહેલી તકે અંદાજે રૂપિયા ૨૧.૬૧ કરોડના ખર્ચે આ કામ ચાલુ કરવામાં આવશે. મોરબી શહેરીજનોની વર્ષો થયા ટ્રાફિકની સમસ્યા નિવારવા અંગેની લાગણી સહ માંગણીનો અંત આવશે. પરિણામ સ્વરૂપ લોકોમાં હર્ષની લાગણી જોવા મળી.

બાળ પ્રતિભાશોધ સ્પર્ધા

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીમોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૧-૨૨ નું આયોજન તા.૦૯/૦૨ ના રોજ મહંમદી લોકશાળાચંદ્રપુર તાલુકો વાંકાનેર ખાતે સવારે ૮:૩૦ વાગ્યે રાખેલ છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક ૭ થી ૧૩ વર્ષના બાળકો બે વય જૂથ ૭ થી ૧૦ વર્ષ “” વિભાગ તથા ૧૧ થી ૧૩ વર્ષના “” વિભાગમાં અને  ૭ થી ૧૩ વર્ષના ખુલ્લા વિભાગમાં ભાગ લઈ શકશે. ચિત્ર સ્પર્ધા અગાઉ યોજાઈ ગયેલ હોયચિત્ર સ્પર્ધા બાકાત કરી અન્ય તમામ સ્પર્ધાનો સમાવેશ થશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારીબી.એસ.નાકીયા મો.૯૭૧૪૯૦૪૬૬૯ પર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News