મોરબીના રંગપરમાં પીએચસી મંજુર કરાવનાર માજી ધારાસભ્યના હસ્તે હવન કરી દર્દીઓની સારવાર શરૂ
મોરબીના જેતપર રોડની તાત્કાલિક મરામત કરવા સરકારમાં માજી ધારાસભ્યએ કરી રજૂઆત
SHARE
મોરબીના જેતપર રોડની તાત્કાલિક મરામત કરવા સરકારમાં માજી ધારાસભ્યએ કરી રજૂઆત
મોરબીથી અણીયારી સુધીના જેતપર રોડનું સત્વરે મરામત કામ થાય અને મરામત માટે ફાળવાયેલા નાણાનો ત્વરિત ઉપયોગ થાયતે માટે માજી ધારાસભ્યએ રજૂઆત કરી છે સાથોસાથ ફોરલેન બનાવવાની મંજુરીની કાર્યવાહીમાં ઝડપ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે
મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની યાદી જણાવે છે કે મોરબી જેતપર રોડ જ્યારે સાવ સાંકડો હતો ત્યારથી તેઓ આ રોડ પર મોટરસાયકલ કે અન્ય વાહનો દ્વારા આવન-જાવન કરે છે. આ રોડ પર બંધ થઈ ગયેલી મોરબી-ઘાટીલા ટ્રેનના પાટા હટાવવા, રોડ પહોળો કરાવવા,નાળા પુલીયા બનાવવા પરિણામલક્ષી પ્રયત્ન કર્યા છે. મોરબી જેતપર અણીયારી રોડ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે ત્યારે આ રોડ પરના વસતા ગ્રામજનોની તેમજ વ્યવસાયકારીઓની સવલત માટે મંજૂર થયેલા ૫૦ લાખના અનુસંધાનમાં આ રોડ ત્વરિત મરામત કરાવવા તથા આ રોડ ફોરલેન બનાવવાનું અંદાજે ૧૧૯ કરોડના ખર્ચે જે કામ મંજુર થયેલ છે તેની વહીવટી મંજૂરી, ટેન્ડર પ્રક્રિયા, વર્ક ઓર્ડર વિગેરેની કાર્યવાહી બનતી ઝડપથી પૂર્ણ થાય તે માટે સરકારમાં રજૂઆત કરી છે અને સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરી છે.