મોરબીના જેતપર રોડની તાત્કાલિક મરામત કરવા સરકારમાં માજી ધારાસભ્યએ કરી રજૂઆત
મોરબીની ઘોડાધ્રોઈ નદી ઉપર બ્રિજનું કામ યોગ્ય રીતે ન થાય તો આંદોલન: ચકમપર પંચાયત
SHARE
મોરબીની ઘોડાધ્રોઈ નદી ઉપર બ્રિજનું કામ યોગ્ય રીતે ન થાય તો આંદોલન: ચકમપર પંચાયત
મોરબીની ઘોડાધ્રોઈ નદી ઉપર ચકમપર ગામ પાસે બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે જેમાં અગાઉ ભ્રષ્ટાચારની ફરિયાદ પણ કરવામાં આવી હતી અને હાલમાં ચકમપર ગ્રામ પંચાયતે બ્રિજના કામની ૧૧ માસની મુદત પૂરી થઈ ગયેલ છે તો પણ કામ અધુરું છે માટે જવાબદાર અધિકારીઓએ પગલા ન લેતા ઉચ્ચ અધિકારીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા માટે રજૂઆત કરેલ છે અને કામમાં ધ્યાન આપવા માંગ કરી છે
ચકમપર ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચકમપ-જીવાપર વચ્ચે આવેલ ઘોડાધ્રોઈ નદી ઉપર અમદાવાદની કોન્ટ્રાક્ટ એજન્સી શક્તિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ૧૧ માહિનામાં બ્રિજ બનાવવા માટે ૨૦૧૯ માં કામ આપવામાં આવ્યું હતું જો કે, હજુ સુધી કામ પૂરું થયું નથી ત્યારે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓના અણઘડ વહીવટને કારણે બ્રિજનું કામ પૂરું થયું ન હોવાથી લોકો હેરાન થાય છે ત્યારે બેદરકાર અધિકારી સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે અને બ્રિજના બિમનું કામ હલકી કક્ષાના મટીરીયલ વાપરીને કર્યું છે જેથી ભવિષ્યમાં આ નવો પુલ બિન સલામત થાય તેવી શક્યતા છે જેથી પુલનું યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે અને જો યોગી રીતે કામ નહીં કરવામાં આવે તો ગામ લોકોને સાથે રાખી કલેક્ટર કચેરીએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.