મોરબી એસટી ડેપોના મેનેજર અને સુપર વાઇઝરોને ડેપોના હાજર રહેવા વિભાગીય નિયામકની સૂચના
મોરબી શહેર અને તાલુકામાંથી એક-એક બાઈકની ચોરી
SHARE
મોરબી શહેર અને તાલુકામાંથી એક-એક બાઈકની ચોરી
મોરબીના જુના જાંબુડીયા ગામ પાસે આવેલ શક્તિપરામાં પાર્ક કરેલા એક બાઇક અને મહેન્દ્રનગર પાસે આવેલ સમર્પણ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ સોસાયટીમાથી એક બાઇકની કોઈ અજાણ્યો શખ્સે ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિઓએ મોરબી તાલુકા અને બી ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવેલ છે
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં વખતે મફતિયા પરામાં રહેતા નાનુભાઇ ચોડાભાઇ ધામેચા જાતે કોળી (ઉ.૨૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના જાંબુડિયા ગામ પાસે શક્તિપરામાં દિનેશભાઈના ઘર પાસે ખુલ્લા ફળિયામાં તેઓએ પોતાનું બાઇક નં. જીજે ૩૬ એમ ૮૨૫૯ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકને કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયા છે જેથી કરીને ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં નાનુભાઈ ધામેચાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે આવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર પાસે આવેલ સમર્પણ હોસ્પિટલની પાછળના ભાગમાં વિપુલનગરની અંદર રહેતા મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉંમર ૨૫) એ પોતાનું બાઇક નં. જીજે ૩૬ એ ૦૦૯૫ પોતાન ઘર પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવેલ છે માટે ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની હાલમાં મુકેશભાઈ સોલંકી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે