મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી એસટી ડેપોના મેનેજર અને સુપર વાઇઝરોને ડેપોના હાજર રહેવા વિભાગીય નિયામકની સૂચના


SHARE











મોરબી એસટી ડેપોના મેનેજર અને સુપર વાઇઝરોને ડેપોના હાજર રહેવા વિભાગીય નિયામકની સૂચના

મોરબીના એસટી ડેપો ખાતે રાજકોટ વિભાગીય નિયામકની ટીમોએ ધામા નાખ્યા હતા અને જુદા જુદા વિભાગમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિભાગીય નિયામક સાથે આ મુદે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના ડેપોમાં ડેપો મેનેજર અને સુપર વાઇઝરની ગેરહાજરી બાબતે ફરિયાદ મળી હતી જે સંદર્ભે તમામ અધિકારી અને કર્મચારીઓને સમયસર ડેપોમાં હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે અને આગામી દિવસોમાં જામનગર અને સુરેન્દ્રનગરના રૂટને શરૂ કરવાની વ્યવસ્થા ગોઠવવા માટે કહેવામા આવ્યું છે તેની સાથોસાથ વિદ્યાર્થીઓને પણ હાલાકી ન પડે તે માટે કેટલાક રૂટની બસોને શરૂ કરવા માટેની સૂચના આપી દેવામાં આવેલ છે

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે રાજકોટ વિભાગીય નિયામકની ટીમોએ ધામા નાખવામાં આવ્યા હતા અને મોરબી એસટી ડેપો ખાતે કરવામાં આવતી જુદીજુદી કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું હતું જેમાં ખાસ કરીને જુદાજુદા રૂટની ગાડીઓના રીપેરીંગ કામથી લઈને બસો સમયસર દોડે છે કે કેમ તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તેમજ બસના મેન્ટેનન્સ, એકાઉન્ટ સહિતના જુદાજુદા વિભાગના હેડ મોરબી આવેલ હતા અને મોરબી જિલ્લાની અંદર એસટી ડેપો દ્વારા જે કામ કરવામાં આવે છે તેની માહિતી મેળવવામાં આવી હતી

રાજકોટના વિભાગીય નિયામક જે.વી.કલોતરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓની ટીમ દ્વારા મોરબી એસટી ડેપો ખાતે કરવામાં આવતી કામગીરીનું ઇન્ફેક્શન કરવામાં આવ્યું હતું અને જુદા જુદા રૂટની બસો નિયમિત રીતે ચાલે છે કે કેમ ?, કર્મચારીઓ-અધિકારીઓ સમયસર હાજર રહે છે કેમ ? આ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી ત્યારે મોરબીના એસટી ડેપો મેનેજર તેમજ સુપરવાઇઝર પોતાની ફરજ પર સમયસર હાજર ન રહેતા હોવાની ફરિયાદ મળી હતી જેથી કરીને અધિકારી અને કર્મચારીઓને પોતાની ફરજ પર સમયસર હાજર રહેવા માટેની કડક ભાષામાં સૂચના આપવામાં આવી છે

તેમજ આગામી દિવસોમાં જામનગરની બે સુરેન્દ્રનગરની બે બસના રૂટ કાર્યરત કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે તેની સાથોસાથ ટંકારાના ઉમિયાનગર ગામ અને મોરબીના ચમનપર ગામે રાત્રિ રોકાણ માટેની જે બસ અગાઉ ચાલુ હતી તેને ફરીથી ચાલુ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે આમ વિદ્યાર્થીઓની અને મુસાફરોની સુવિધા વધારો થાય તે પ્રકારની કામગીરી મોરબી એસટી ડેપો દ્વારા ગોઠવવામાં આવે તે માટે વિભાગીય નિયામક દ્વારા સૂચનાઑ આપવામાં આવેલ છે જોકે, આગામી દિવસોમાં તેની અમલવારી કરવામાં આવે છે કે કેમ એ તો સમય બતાવશે






Latest News