મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

સોનાના શોખીન સાવધાન: મોરબીમાં ઘર પાસે બેઠેલા વૃદ્ધાના ગાળામાંથી સોનાના ચેન-પેન્ડલની ચીલઝડપ


SHARE







સોનાના શોખીન સાવધાન: મોરબીમાં ઘર પાસે બેઠેલા વૃદ્ધાના ગાળામાંથી સોનાના ચેન-પેન્ડલની ચીલઝડપ

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઋષભનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા પોતાના ઘર પાસે ઓટલા ઉપર બેઠા હતા અને તેઓએ પોતાના ગાળામાં સોનાનો ચેન પેન્ડલ સાથે પહેર્યો હતો ત્યારે કોઈ અજાણ્યો શખ્સ ત્યાં મોપેડ લઈને આવ્યો હતો અને તેને વૃદ્ધના ગાળામાં પહેરાલા ચેનની ચીલઝડપ કરી હતી ત્યારે ચેન તૂટી જવાના કારણે અડધો ચેન અને સોનાનું પેન્ડલ આરોપીના હાથમાં આવી ગયું હતું જેની ચોરી કરીને તે ભાગી ગયેલ છે જેથી કરીને ૭૬ હજાર રૂપીયાની કિંમતના સોનાના ચેન અને પેન્ડલની ચોરી કરવામાં આવી હોવાની હાલમાં ભોગ બનેલા વૃદ્ધાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઋષભનગર-૩ માં રહેતા લાભુબા પ્રવીણસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.૬૫) પોતાના ઘર પાસે ઓટલા ઉપર બેઠા હતા ત્યારે અજાણ્યા શખ્શે મોપેડ ઉપર ત્યાં આવ્યો હતો અને તેને વૃદ્ધાએ પોતાના ગળામાં પહેરેલા સોનાના ચેનની ચીલઝડપ કરી હતી અને અડધો ચેન તેમજ પેન્ડલ લઈને આરોપી નાશી ગયો હતો જેથી હાલમાં વૃદ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓએ પોતાના ગાળામાં ત્રણ તોલાનો સોનાનો ચેન અને પેન્ડલ પહેર્યું હતું જેની આરોપીએ ચીલ ઝડપ કરી હતી અને ચેન તૂટી જવાથી અડધો ચેન અને સોનાનું પેન્ડલ લઈને આશરે દોઢ તોલા જેટલા સોનાની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૭૫૦૦૦ ના સોનાની ચોરી થઈ હોવાની હાલમાં અજાણ્યા શખ્સો સામે વૃદ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News