વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવાન મળી આવ્યો


SHARE







મોરબીમાંથી ગુમ થયેલ યુવાન મળી આવ્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરા શેરી નંબર-૬ માં રહેતો મહેશ વસંતભાઈ શુકલ જાતે બ્રાહ્મણ નામનો ૩૯ વર્ષીય યુવાન ગત તા.૧૦-૫ ના રોજ ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઇ ગયો હતો.તેની મામાની દીકરી સાથે તેનાં લગ્ન થયા બાદ ત્રણ વર્ષથી છૂટાછેડા થયા હતા અને તેના લીધે માતા અને મામાને ઝઘડો થયો હોય તે બાબતનું મનોમન લાગી આવતાં પોતે સુરત ચાલ્યો ગયો હતો અને ત્યાં મોબાઈલ ફોન બંધ કરીને કડિયાકામ કરવા લાગ્યો હતો અને પોતાની જાતે જ મોરબી પરત આવી જતા પોલીસમાં હાજર થઈને તેણે ઉપર મુજબ નિવેદન આપ્યુ હોય તપાસ અધિકારી વી.ડી.મેતાએ આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા હિનાબેન રાહુલભાઈ જાદવ નામની ૨૦ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાજુવાળા મોનિકાબેન ભુપતભાઈ જાદવ તેઓને ત્યાં નોનવેજ આપી જતા અને પોતે નોનવેજ ખાતા ન હોય તે વાતને લઈને ઝઘડો થયો હતો જે બનાવમાં મારામારી થતાં હીનાબેન જાદવને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હોવાનું બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

ઝેરી દવા પીતા સારવારમાં

મોરબીના ગ્રીનચોક કંસારા શેરી વિસ્તારમાં રહેતા સીતાબેન સંજયભાઈ ડોડીયા નામના ૪૨ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા લાભુ હરજીભાઈ કુકવાવા નામના ૩૧ વર્ષીય બાઈકમાં બેસીને માટેલ-હળવદ રોડ ઉપરથી જતા હતા ત્યાં જામસર ચોકડી નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બાઇકમાંથી પડી જતા લાભુ હરજીભાઈને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.




Latest News