મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના ટીપીઇઓ આચાર્યો- શિક્ષકોને ખોટી રીતે હેરાન કરતા હોવાની રાવ


SHARE







વાંકાનેરના ટીપીઇઓ આચાર્યો- શિક્ષકોને ખોટી રીતે હેરાન કરતા હોવાની રાવ

વાંકાનેર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકોને આચાર્યોને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવે છે તેવી માહિતી સામે આવી રહી છે અને શાળાઓની મુલાકાત લઈ અવનવી ૬૦ સાંઈઠ પ્રકારની કવેરી કાઢવામાં આવેલ હતી જેનો જવાબ શિક્ષકોએ રૂબરૂ તાલુકા પંચાયતે આવીને ટીપીઈઓને જ કરવો, અન્ય કોઈને જાણ ન કરવી આવી ગર્ભિત ધમકીઓથી શિક્ષકો ખુબજ માનસિક ત્રાસ અને ટેંશન અનુભવે છે.

 ઉચ્ચતર પ્રાથમિક ધોરણની દરખાસ્તો અગાઉના વખતમાં તાલુકા પંચાયતમાં રજૂ કરતા હતા એવા જ પત્રકોમાં કરેલ હોવા છતાં શિક્ષકોને નોટિસો આપી અને જવાબ રૂબરૂ આપવાની કડક સૂચનાઓ આપી હતી. આવી માહિતી કેવી રીતે આપવી? ક્યાં ફોર્મેટમાં આપવી? એની સમજ આપ્યા વગર શિક્ષકો જાણે ગુનેગાર હોય એવું ટીપીઈઓ દ્વારા વર્તન કરવામાં આવે છે. અને હમણાં ટીપીઈઓ તમામ શાળામાંથી છેલ્લા પાંચ વર્ષના શિક્ષકોના હાજરી પત્રક મંગાવી, શિક્ષકોને ડરાવવાનું અને ધમકાવવાનું કાર્ય શરૂ કર્યું છે. શું શિક્ષકોને આવી રીતે હેરાન પરેશાન કરી શિક્ષણ સુધરશે? કે પછી આવી રીતે શિક્ષકોને ડરાવી પોતાનું કામ કઢાવી લેવાની મેલી મુરાદ હોય એવું જણાય આવે છે

આ બાબતે ટીપીઈઓને શિક્ષકોને ખોટી રીતે હેરાન પરેશાન કરતા અટકાવવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વાંકાનેરને શિક્ષકોનું પ્રતિનિધિ મંડળ બે વખત મળીને રજુઆત કરી હતી છતાં તેઓ સમજ્યા નહિ અને શાળાની મુલાકાત લેવાનો સિલસિલો અને શિક્ષકોને ધમકાવવાનું કામ ચાલુ જ રાખેલ છે સામાન્ય રીતે ઉચ્ચત્તર પગાર ધોરણોની કોઈ કવેરી હોય તો પે સેન્ટરના આચાર્ય મારફત પ્રકરણ પરત કરી પુરતતા કરવાની હોય છે પરંતુ ટીપીઈઓ શિક્ષકોને રૂબરૂ તાલુકા પંચાયતે શાળામાં રજા મૂકીને બોલાવે છે અને મળતી માહિતી મુજબ ટીપીઈઓ જ્યારે વાંકાનેર ફરજ પર હાજર થયા ત્યારે એમને મ્યુકર માઈકોસીસ થયું હોય હોસ્પિટલમાં દાખલ હોવા છતાં, ઘરે આરામમાં હોવા છતાં કાગળ પર ફરજ પર હાજર થયેલ છે. આવી બધી બાબતોથી શિક્ષકોમાં ખુબજ રોષની લાગણી ફેલાયેલ છે 






Latest News